Charotar Sandesh
બોલિવૂડ

કાર્તિક આર્યને કોરોના વાયરસ પર રૈપ સોંગ બનાવ્યું…

મુંબઇ : કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશને ૨૧ દિવસો માટે સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આ આદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નામ સંબોધનમાં આપ્યો. બોલિવુડ સેલેબ્સ પણ સતત સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં જ બોલિવુડ એક્ટર કાર્તિક આર્યનનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાર્તિક કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે રૈપ ગાઈ રહ્યો છે.

આ વીડિયોમાં કાર્તિક આર્યન ગીત ગાઈને પાર્ટી ન કરવા, લોકોને ન મળવા અને સતત હાથ ધોતા રહેવાની સલાહ આપી રહ્યો છે. વીડિયોમાં કાર્તિક આર્યન વિવિધ કાળજી રાખવાની સલાહ આપવાની સાથે જ ઘરમાં કામ કરવા માટે કહી રહ્યો છે. વીડિયોને શેર કરતા એક્ટરે કેપ્શનમાં લખ્યું, જ્યાં સુધી ઘરે નહીં બેસશો. હું યાદ અપાવતો રહીશ. કોરોના સ્ટોપ કરો ના. ઈન્ટરનેટ પર કાર્તિક આર્યનના આ વીડિયો પર લોકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Related posts

કોરોના સંકટઃ લોકડાઉનમાં કેટરિના ઘેર બેઠાં કરી રહી છે ફિલ્મો સાઇન

Charotar Sandesh

બે-ત્રણ છોકરીઓ એવી છે જેમને મારું નામ લીધા વગર ખાવાનું પચતું નથી : દિલજિત

Charotar Sandesh

સૈફ અલી ખાને આગામી ફિલ્મ માટે ૧૨ કરોડની તગડી ફી વસૂલી…

Charotar Sandesh