Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોના સામે જાગૃતિને લઇ ડાકોરના ગાયકે બનાવ્યો ગરબો….

ડાકોર : રાજ્યમાં કોરોના વાયરસની મહામારીએ માઝા મુકી છે, ત્યારે તહેવારો-ઉત્સવોની ઉજવણીમાં કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો છે. મહામારી વચ્ચે આવી રહેલી નવરાત્રીમાં હવે કોરોનાનો ગરબો ગુંજી રહ્યો છે. ડાકોરના ગાયક દ્વારા આ ગરબો બનાવી લોકોને મહામારી સામે જાગૃત કરવાનો પ્રયાસ કરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. હાલ દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ખેલૈયાઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે નવરાત્રિના રંગમાં કોરોનાના કારણે ભંગ પડ્યો છે. કોરોના મહામારી સામે સાવચેતી રાખવા માટે અનેક રીતે પ્રયાસ કરવામાં આવી રહેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ડાકોરના ગાયકવૃંદ દ્વારા કોરોના મહામારી સામે લોકોને જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે નવરાત્રિને ધ્યાનમાં રાખી કોરોના ગરબો ગુંજતો કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાથી રાખવાની જાગૃતિ જેવી કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા,
માસ્ક પહેરવા તેમજ રોગપ્રતિરોધક ઉકાળો પીવા જેવી બાબતોથી ગરબાના માધ્યમથી લોકોને સાવધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધ છે પરંતુ વગાડવા સાંભળવા પર પ્રતિબંધ ન હોઈ મહામારી સામે જાગૃતિ માટે આ ગરબો નેટ અને સોસિયલ મીડીયાના માધ્યમથી ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયાસ કલાકારો દ્વારા કરવામાં આવ્યો છે.

Related posts

સાવધાન… નહીં તો આબરૂ અને પૈસા બંને ગુમાવશો : સાયબર ક્રાઈમ કરતી ગેંગ સક્રિય

Charotar Sandesh

આપણું ‘‘માસ્ક’’ એ જ આપણું વેક્સીન છે : જિલ્‍લા કલેકટર આર.જી.ગોહિલની જિલ્‍લાના નાગરિકોને અપીલ…

Charotar Sandesh

વડોદરા : હવામાંથી પાણી બનાવતુ ‘એર ટુ વોટર’ મશીન તૈયાર કરાયું

Charotar Sandesh