Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૨૪ કલાકમાં નવા ૩૯૭૦ પોઝિટિવ કેસ : ૧૦૩ના મોત…

સંક્રમિતોનો આંકડો ૮૫૪૯૦ને પાર,કુલ મૃત્યુઆંક ૨૭૫૨એ પહોંચ્યો

ભારતમાં ૩૦ હજાર લોકો સંક્રમણમુક્ત, ૧૧મો સૌથી પ્રભાવિત દેશ, ૮૫ હજારના આંકડા સાથે ચીન કરતા પણ આગળ

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમીત મામલામાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા ૩૯૭૦ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોનો આંકડો વધીને ૮૫૯૪૦ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ૧૦૩ લોકો મોતને ભેટ્યા છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક ૨૭૫૨એ પહોંચ્યો છે. જ્યારે ૨૨૩૩ લોકો કોરોના વાયરસ સામેની જંગમાં સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે ભારત હવે ચીનથી આગળ નીકળી ગયું છે અને વિશ્વમાં ૧૧માં નંબર પર પહોંચ્યું છે.
૮૫૯૪૦ કોરોના વાયરસના કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દેશોની યાદીમાં ચીનને પછાડીને આગળ નિકળી ગયો છે. ચીન તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે ત્યાં ૮૨૯૨૯ કેસ નોંધાયા હતા તેમજ ૪૬૩૩ લોકોના મોતને ભેટ્યા હતા. જોકે, ચીનમાં અત્યાર સુધીમાં ૭૮૦૦૦થી વધુ લોકો સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. હવે ચીનમાં ૧૦૦ કરતા ઓછા એક્ટિવ કેસ છે. જ્યારે ભારત કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ૫૩૦૩૫ સુધી પહોંચી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ ૮૫૯૪૦ કેસ નોંધાયા છે જેમાંથી ૩૦૧૫૩ લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૨૭૫૨ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ ૫૩૦૩૫ એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશભરમાં જેટલા પણ કેસ નોંધાયા છે તેમાંથી લગભગ એક તૃત્યાંશ કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૯૧૦૦ કેસ નોંધાયા છે જેમાંથી ૬૫૬૪થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાના સૌથી વધારે કેસ ધરાવતા રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર બાદ બીજા નંબર પર તમિલનાડૂ છે.
તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧૦૧૦૮ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આ યાદીમાં ત્રીજા નંબર પર ગુજરાત છે જેમાં કુલ ૯૯૩૨ કેસ નોંધાયા છે જેમાંથી ૬૦૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ દિલ્હીમાં ૮૮૯૫, રાજસ્થાનમાં ૪૭૨૭, મધ્યપ્રદેશમાં ૪૫૯૫ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના ૪૦૫૭ કેસ નોંધાયા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૫૪૨૯૧૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૩૦૭૬૯૫ના મોત થયા છે જ્યારે ૧૬૩૬૯૬૮ લોકો સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે. દુનિયામાં આજની તારીખમાં કુલ ૨૫૯૮૨૪૭ કેસ એવા છે કે જેમની સારવાર ચાલી રહી છે.

Related posts

7મીથી પ્રિયંકા બે દિવસ પ્રયાગરાજની મુલાકાતે : ઉમેદવારો પાસેથી પરાજયનું કારણ જાણશે…

Charotar Sandesh

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો

Charotar Sandesh

એસબીઆઇનો ગ્રાહકોને ઝટકોઃ એફડી પર વ્યાજ ૦.૪૦ ટકા ઘટાડો કર્યો…

Charotar Sandesh