Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો

સાંસદ રાહુલ ગાંધી

ભોપાલ : મધ્યપ્રદેશમાં હાલ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ યાત્રા દરમિયાન એક વ્યક્તિએ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ આ આરોપીની ઉજ્જૈન પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ ઈન્દોર પોલીસે આરોપીને પોતાની કસ્ટડીમાં લઈ ઈન્દોર લાવી હતી. આરોપીનું નામ દયા સિંહ ઉર્ફે પ્યારે ઉર્ફે નરેન્દ્ર સિંહ છે.

Indor પોલીસે આ સમગ્ર મામલે ખુલાસો કરતા કહ્યું કે, આરોપીએ પહેલા પણ ઘણા લોકોને પત્રો અને ફોન કોલ દ્વારા ધમકી આપી હતી

હાલ પોલીસ Rahul Gandhiને ધમકી આપવાના મામલે આરોપીની પૂછપરછ કરી રહી છે. આરોપી દયા સિંહ ઉત્તર પ્રદેશના રાયબરેલીનો રહેવાસી છે. ૧૮ નવેમ્બરે Indor માં આવેલી ગુજરાત સ્વીટ્‌સની દુકાન પર ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, સાથે રતલામના BJPના ધારાસભ્યના નામની સાથે ત્રણ મોબાઈલ નંબર પણ પત્રમાં લખવામાં આવ્યા હતા. Indor Police સતત આરોપીની શોધમાં લાગેલી હતી. ગુરુવારે બપોરે નાગદા પોલીસને માહિતી મળી હતી કે આ વ્યક્તિ નાગદાની બાયપાસ હોટલમાં ભોજન કરી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીને પકડીને ઈન્દોર પોલીસને હવાલે કર્યો હતો.

આરોપી દયા સિંહે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે UP ના રાયબરેલીનો રહેવાસી છે. તેમના પરિવારના મોટાભાગના સભ્યોનું અવસાન થયું છે. તે અશોકનગર, બારા, રાજસ્થાન, કોટા વગેરે વિસ્તારોમાં ફરતો રહે છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપી પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું જણાવી રહ્યો છે.

Other News : ગુજરાત ઈલેક્શન : ચૂંટાયેલા ધારાસભ્ય બાદ હવે ઉમેદવારોને પણ બચાવવા રિસોર્ટ પોલિટિક્સ

Related posts

આ નેતા ચૂંટણી હારી જશે તો જીવતા સમાધિ લઈ લેશે સંત

Charotar Sandesh

રજાઓ બાદ રાહુલ ગાંધી ફરી એક્શનમાં, ૧૪ જાન્યુઆરીએ જશે તામિલનાડુના પ્રવાસે…

Charotar Sandesh

શાકભાજીવાળા, દુકાનમાં કામ કરતા લોકોથી કોરોનાનો ખતરો વધુ : કેન્દ્ર સરકાર

Charotar Sandesh