Charotar Sandesh
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

પિંપલ્સથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપાય થોડા જ દિવસોમાં જોવાશે અસર…

ચેહરા પર પિંપ્લ્સ થવાની પરેશાનીથી હમેશા છોકરીઓ પરેશાન રહે છે. તેના પાછળનો કારણ ખોટી લાઈફસ્ટાઈન વધતો પ્રદૂષણ અને સ્કિનની યોગ્ય દેખભાલ ન કરવી છે. તેની સાથે જ વધારે મસાલેદાર અને ઑયલી ફૂડ ખાવાથી પેટ સારી રીતે સાફ નથી થતું. તેના કારણે ચેહરા પર ફોલ્લી-ફોડીઓ (ખીલ) થવા લાગે છે. આમ તો તેનાથી છુટકારો મેળવા માટે બજારમાં ઘણા પ્રોડક્સ્ટ્‌સ મળે છે. પણ કેટલાક આયુર્વેદિક વસ્તુઓને અજમાવીને તેનાથી રાહત મેળવી શકે છે. ચાલો જાણીએ તેના વિશે…

ગ્રીન ટી
આરોગ્યને સારું રાખવાની સાથે સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં ગ્રીન ટી ફાયદાકારી ગણાય છે. તેમાં એંટી ઑક્સીડેંટ, એંટી વાયરલ, એંટી ઈંફ્લેમેંટરી ગુણ હોય છે. તેના સેવનથી ચેહરા પર પડેલ પિંપલ્સના ડાઘ, ધબ્બા, સોજા અને રેડનેસ દૂર કરવામાં મદદ મળે છે. તમે કોઈ ફેસપેકમાં ગ્રીન ટી મિક્સ કરી ચેહરા પર ૧૦ મિનિટ સુધી લગાવી શકો છો. તે સિવાય વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકવાની જગ્યા તેને ફ્રીજમાં રાખી ઠંડુ કરવું. ત્યારબાદ તેને પિંપલ્સ વાળી જગ્યા પર થોડા મિનિટ સુધી રાખવું. આવુ થોડી વાર કરવાથી પિંપલ્સ ઓછા થઈ જશે અને સ્કિનમાં ઠંડક લાગશે.

મધ
મધ એંટી વાયરલ, એંટી બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેથી આ પિંપલ્સની સમસ્યાથી છુટકારો અપાવવાની સાથે ચેહરા પર નેચરલ ગ્લો લાવવામાં મદદ કરે છે. તેના માટે તેને ડેલી ડાઈટમાં શામેલ કરવુ
બેસ્ટ ઑપ્શન છે. તમે મધ અને લીંબૂમા રસને સમાન માત્રામાં મિક્સ કરી ૧૦ મિનિટ ચેહરા પર લગાવી શકો છો. તે સિવાય તમે કોઈ પણ ફેસપેકમાં મધને મિક્સ કરી ઉપયોગ કરી શકો છો.

એલોવેરા જેલ
એલોવેરામાં આયુર્વેદિક ગુણ હોય છે. તેથી તમે તેનાથી પિંપ્લસ દૂર કરવા અને સ્કિન સંબ૬ધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. તેના માટે દરરોજ એલોવેરા જ્યુસ પીવુ ફાયદાકારી રહેશે. તે સિવાય એલોવેરા જેલથી ચેહરાની હળવા હાથથી મસાજ કરીને તેને ૧૦ મિનિટ સુધી લગાવો. પછી ચેહરો ધોઈ લો.(જી.એન.એસ.)

Related posts

કાળઝાળ ગરમીમાં આ કસરત નહીં કરતા

Charotar Sandesh

હાલના સમયમાં થઇ રહેલ કેન્સર અને ગંભીર બિમારીઓનું કારણ શું…?

Charotar Sandesh

દેવાધિદેવ મહાદેવના મંદિરોમાં શિવલિંગને અભિષેક કરવાથી મળતા ફળો-આશિર્વાદ, જુઓ વિગતે

Charotar Sandesh