Charotar Sandesh
ગુજરાત

પ્રજાસત્તાક દિન : દેશની આઝાદી માટે આ ૭ મહિલાઓએ છોડ્યું હતું ઘર…

અમદાવાદ : દેશની આઝાદી પ્રાપ્ત કરે લગભગ સાત દશક પસાર થઈ ગયા છે અને આજે પણ સ્વતંત્રતા સેનાનીઓ માટે દરેક દેશવાસીના દિલમાં સન્માન અને ગર્વની ભાવના છે. આપણે દર વર્ષે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસના અવસરે આ સેનાનીઓને યાદ કરીએ છીએ એન આઝાદ જીવન માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. દેશની આઝાદીમાં જેટલું યોગદાન પુરુષોનું છે તેટલું જ યોગદાન મહિલાઓનું પણ છે. આવો, તે મહિલા સ્વતંત્રતા સેનાનીઓ વિશે વાત કરીએ જેઓએ આઝાદીની લડતને સફળ બનાવવા માટે અનેક ત્યાગ આપ્યા અને આ લડાઈમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઝાંસીની રાણી – ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ વિશે કોણે નહીં સાંભળ્યું હોય! તેમની બહાદુરી ભરેલા કારનામાથી તો અંગ્રેજોને પણ પરસેવો છુટી ગયો હતો. ઝાંસીની રાણીએ વર્ષ ૧૮૫૭ના વિદ્રોહમાં મુખ્ય સેનાનીના રૂપમાં ભાગ લીધો હતો.
આપણે આજે તેમની બહાદુરીના કારણે યાદ કરીએ છીએ. બેગમ હજરત મહલ – વર્ષ ૧૮૫૭ના વિદ્રોહમાં બેગમ હજરત મહલનું નામ સ્વર્ણ અક્ષરોમાં લખાશે. તેઓ પહેલી મહિલા સ્વતંત્રતા સેનાની હતી જેઓએ અંગ્રેજોના શોષણની વિરુદ્ધ દેશના દરેક ગામને એક કરવાની જવાબદારી ઉઠાવછી હતી. તેઓએ અંગ્રેજોનો સામનો કર્યો અને લખનઉ પર કબજો કર્યો. તેઓએ જ પોતાના દીકરાને અવધના રાજા પણ ઘોષિત કર્યો.
બાદમાં અંગ્રેજોએ તેમને બળજબરીથી નેપાળ મોકલી દીધા. સરોજિની નાયડૂ- સરોજિની નાયડૂ ચોક્કસપણે આજની મહિલાઓ માટે રોલ મોડલ છે. જે જમાનામાં મહિલાઓને ઘરથી બહાર જવા સુધીની આઝાદી નહોતો, સરોજિની નાયડૂ દેશને આઝાદ કરવાના લક્ષ્ય સાથે દિવસ-રાત મહિલાઓને જાગૃત કરી રહ્યા હતાં. સરોજિની નાયડૂ તે મહિલાઓ પૈકી એક હતા જેઓ બાદમાં આઈએનસીની પહેલી પ્રેસિડન્ટ બની અને ઉત્તર પ્રદેશની ગર્વનરના પદે પણ રહી. તેઓ એક કવયિત્રી પણ હતાં.
સાવિત્રિબાઇ ફુલે – મહિલાઓને શિક્ષિત કરવાના મહત્ત્વને લોકોમાં ફેલાવવાની તેઓએ જવાબદારી ઉઠાવી હતી. તેઓએ જ કહ્યું હતું કે જો તમે કોઈ છોકરાને શિક્ષિત કરો છો તો તમે માત્ર એક વ્યક્તિને શિક્ષિત કરી રહ્યા છો, પરંતુ જો તમે એક છોકરીને શિક્ષણ આપો છો તો સમગ્ર પરિવારને શિક્ષિત કરી રહ્યા છો. તેઓએ પોતાના સમયમાં મહિલા ઉત્પીડનના અનેક પાસાઓ જોયા હતા અને દીકરીઓને શિક્ષણના અધિકારથી વંચિત થતી જોઈ હતી. એવામાં તમામ વિરોધ સહન કરી અને અપમાનિત થવા છતાં તેઓએ છોકરીઓને મુખ્ય ધારામાં લાવવા માટે આધારભૂત શિક્ષણ પ્રદાન કરવાની જવાબદારી ઉઠાવી હતી.
વિજયલક્ષ્મી પંડિત – જવાહરલાલ નહેરુની બહેન વિજયલક્ષ્મી પણ દેશના વિકાસ માટે તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લેતી હતી. તેઓએ અનેક વર્ષો સુધી દેશની સેવા કરી અને બાદમાં સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીની પહેલી મહિલા પ્રેસિડન્ટ પણ બની. તેઓ ડિપ્લોમે ટ, રાજનેતા ઉપરાંત લેખિકા પણ હતા.
અરૂણા આસફ અલી – અરૂણા આસફ અલી તે સમયમાં કૉંગ્રેસ પાર્ટીની સક્રિય સભ્ય રહી અને દેશની આઝાદી માટે ખભાથી ખભા મિલાવીને સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સો લીધો. કેદ કરાતાં તેમને તિહાડ જેલના રાજકીય કેદીઓના અધિકારોની લડાઈ પણ લડી. જેલમાં રહીને તેઓએ કેદીઓના હિત માટે ભૂખ હડતાલ પણ કરી. તેના માટે તેમને આકરી સજાનો સામનો કરવો પડ્યો હતો.
ભીકાજી કામા – ભીકાજી કામાને ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઈતિહાસમાં સૌથી બહાદુર મહિલાના રૂપમાં પણ યાદ રાખવામાં આવે છે. લિંગ સમાનતા માટે પણ તેઓએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર હિસ્સો લીધો. તેઓ ભારતીય હોમ રૂલ સોસાયટી સ્થાપિત કરનારાઓ પૈકી એક રહી. તેઓએ અનેક ક્રાંતિકારી સાહિત્ય લખ્યું.

Related posts

અમદાવાદમાં સી પ્લેન માટે વોટર એરોડ્રામનું કામ શરૂ, બે દિવસમાં બની જશે પ્લેટફોર્મ…

Charotar Sandesh

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ નહિ ઘટે : નિતીન પટેલની સ્પષ્ટ વાત…

Charotar Sandesh

માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે… અંબાજીમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ…

Charotar Sandesh