Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં ઉમરેઠ નગરપાલિકા દ્વારા ગરીબોના વિસ્તારમાંથી ગંદકી હટાવાઈ…

આખરે ઉમરેઠ નગરપાલિકાની ઊંઘ ઉડી…

ઉમરેઠ : મીડિયામાં સમાચારો પ્રસિધ્ધ થતા જિલ્લાકક્ષાએથી આદેશો છૂટતા  ઉમરેઠનગરપાલિકાનુ  તંત્ર સફાળું જાગ્યુ અને યુદ્ધના ધોરણે અત્રેના પીપળીયાભાગોળ તેમજ દેવીપૂજકોના રહેણાંક વિસ્તારમાં ઠાલવેલ નગરની ગંદકી અને કચરો આજે તાત્કાલિક ઉઠાવવો પડ્યો, પ્રાપ્ત માહિતી મુજબ મામલતદર કચેરીથી આદેશો છૂટતા ટ્રેકટરો અને જેસીબી મશીનો ની મદદ લેવી પડી  ,તો સીટીસર્વે કચેરીના કર્મચારીઓને જગ્યાની માપણી કરી તેમજ તલાટીએ રેકોર્ડ તપસ્યા, ત્યારે  એક વાત તો નક્કી છે કે આ વિસ્તારને ડમ્પિંગ સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યો નથી તેથી ઉમરેઠ નગરપાલિકાની  બે-જવાબદાર નીતિ ખુલ્લી પડી જવા પામી છે, જોકે કચરો હટાવાની બાબતે સ્થાનિક સંગઠન એક હોદ્દેદારે  પાલિકાએ કોઈ મોટું પરાક્રમ કર્યું હોય તેમ શોશ્યલ મીડિયામાં સફાઈ બાદના ફોટા ફરતા કરી મુર્ખામીનું પ્રદર્શન કર્યું હતું.

  • પીપળીયાભાગોળ તેમજ દેવીપૂજકોના રહેણાંક વિસ્તાર પાસે ડમ્પિંગ સ્ટેશન આપવામાં આવ્યું નથી…
  • ઉમરેઠ નગરનું ડમ્પિંગ સ્ટેશન મામલતદાર કચેરી પાછળ આપવામાં આવ્યું છે તો આવી ગંભીર બેદરકારી બદલ કોણ જવાદાર ? 
  • મામલતદારના આદેશથી સી.ટી.સર્વે કચેરી તેમજ તલાટી સ્થળ ઉપર માપણી કરવા દોડ્યા…
  • કચરો હટાવાની બાબતે સ્થાનિક સંગઠન એક હોદ્દેદારે  પાલિકાએ કોઈ મોટું પરાક્રમ કર્યું હોય તેમ શોશ્યલ મીડિયામાં સફાઈ બાદના ફોટા ફરતા કરી મુર્ખામીનું પ્રદર્શન કર્યું હતું…

ઉમરેઠ નગરમાં આવેલ પીપળીયાભાગોળ તેમજ દેવીપૂજકોના દોઢસો જેટલા રહેણાંક વિસ્તાર પાસે શહેરનો જમા થયેલો અઢળક કચરો ઠાલવવાના કારણે આ વિસ્તારના ગરીબ અને શ્રમજીવી નાગરિકોના સ્વાસ્થ્ય સામે જ ગંભીર ખતરો ઉભો થઇ ગયો હતો, કોરોના મહામારીથી એક તરફ સરકાર પરેશાન છે અને નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે ,તો નજીકમાં ચોમાસુ બેસવાનું છે તેથી પ્રિમોન્સુન પ્લાન બાબત કલેકટર કચેરી તમામ નગરપાલિકાઓની કામગીરી તપાસી રહી છે, તેવા સમયમાં ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો સામે ચાલીને રોગોને આમંત્રણ આપી રહી હોય તેવો વર્તાવ કરી રહી હતી,આ બાબતે સ્થાનિકોએ વારંવાર પાલિકાના સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાં કચરો હટાવતો નહતો.

આખરે વિસ્તારના લોકોએ પ્રચાર માધ્યમોને અપીલ કરતા અહેવાલ  મીડિયામાં પ્રસિદ્ધ થતા, ઊંઘમાંથી સફાળું જાગેલ તંત્રે  ટ્રેકટરો અને જેસીબી મશીનો ની મદદથી તાત્કાલિક કચરો હટાવી વિસ્તારને ચોખ્ખો કરી દીધો હતો.

ઉમરેઠ નગરપાલિકાનો વહીવટ સાવ ખાડે ગયો હોય તેમ જણાઈ રહ્યું છે, સત્તા સાંભળ્યાને અઢી મહિના જેટલો સમય વીતવા છતાં વિકાસના કામો ની ચાવી હજુ શોધી શક્યા નથી, નગરમાં પણ ચર્ચાઓ શરુ થઇ છે કે નવી બોડીને સૂઝ પડતી નથી,સત્તાની સાઠમારી પહેલી સામાન્યસભાથી અને  ખાતાની વહેંચણીથી જ શરુ થઇ ગઈ હતી ,સભ્યોમાં અંદરોદરના સંકલનનો  અભાવ તેમજ કર્મચારીઓ પાસે કામ લેવાની અણઆવડત છતી  થઇ જતા ઉમરેઠનો નજીકના દિવસોમાં કોઈ ભલીવાર આવે તેમ લાગતો નથી તે પ્રકારની ચર્ચાઓ નગરના વિવિધ ચોરાઓ  ઉપર સાંભળવા મળી રહી છે ત્યારે આ વાતની સાબિતી આપતા હોય તેમ  ઉમરેઠ નગરમાં આવેલ પીપળીયાભાગોળ તેમજ દેવીપૂજકોના દોઢસો જેટલા રહેણાંક વિસ્તાર પાસે શહેરનો જમા કરવામાં આવેલો અઢળક કચરા ને  મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થતા ગણતરીના કલાકોમાંજ હટાવી દેવાયો હતો એ બાબતને શું સમજવી ?

  • Ramesh Parmar

Related posts

સમગ્ર પંથકમાં દુષ્કર્મ કરનાર આરોપીઓ સામે ફીટકારની લાગણી : ફાંસી આપવાની માંગ ઉઠી…

Charotar Sandesh

બોરસદ તાલુકામાં મૃત્યુ પામેલ પૈકી ૧૪ પશુઓના માલિકોને રૂા. ર.પર લાખની સહાય ચૂકવવામાં આવી

Charotar Sandesh

આણંદમાં ગણેશ મહોત્સવ નિમત્તે આ રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ, વૈકલ્પિક માર્ગો જુઓ

Charotar Sandesh