Charotar Sandesh
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

શરદી થવા પર અજમાવો આ ૬ જબરદસ્ત ઉપાય, તુરંત ખુલી જશે બંધ થયેલું નાક…

શિયાળાના મોસમમાં ઘણા લોકો શરદીની ચપેટમાં આવી જાય છે. શરદી થવાથી નાક બંધ થઇ જાય છે અને ઘણી વાર શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આટલું જ નહીં શરદી ઉધરસ થવા પર ખૂબ જ તાવ પણ આવી જાય છે. જો તમે પણ શિયાળામાં શરદીની ચપેટમાં આવી જાવ છો. તો નીચે બતાવેલા ઉપાય કરો. આ ઉપાયો કરવાથી શરદી જુકામ થી આઝાદી મળી જાય છે અને નાક એકદમ ખુલી જાય છે.

હળદરવાળું દૂધ પીવું
હળદર ખાવાથી શરીરમાં ગરમાહટ મળે છે અને શરદી સારી થઈ જાય છે. શરદી થવા પર તમે એક ગ્લાસ દૂધ ગરમ કરી લો અને તેમાં હળદર મેળવી લો. આ દૂધ દિવસમાં બે વખત પીવો. હળદરવાળું દૂધ પીવાથી નાક એકદમ ખુલી જાય છે અને શરદી છૂટી પડે છે. જો તમે ઇચ્છો તો આ દૂધની અંદર એલચી અને મરી પાવડર પણ નાખી શકો છો. એલચી અને મરી પાવડર વાળું દૂધ ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત આપે છે.

આ મસાલાને સૂંઘો
શરદી થવા પર તજ, મરી, ઈલાયચી અને જીરું બરાબર માત્રામાં લઇને શેકી લો. આ પછી અને એક કપડાંમાં બાંધી લો. આ કપડાંને સમય સમય પર સૂંઘતા રહો. આ મસાલા સૂંઘવાથી બંધ નાક ખુલી જાય છે અને છીંક આવવાનું બંધ થઈ જાય છે.

આદુ
આદુ ખાવાથી નાક એકદમ ખુલી જાય છે અને ગળાને પણ રાહત મળે છે. શરદી થવા પર તમે થોડુંક આદું શેકીલો અને પછી ચાવી ચાવીને ખાઈ લો. આમ કરવાથી શરદી દૂર થઇ જશે. આ સિવાય જે લોકોને ઉધરસની સમસ્યા છે એ લોકો આદુના રસમાં મધ ભેળવી તેનું મિશ્રણ પી લેવું. આ મિશ્રણ પીવાથી ઉધરસ દુર થઇ જશે.

કાવો પીવો
શરદી, ઉધરસ અને ગળું ખરાબ થવા પર કાવો પીવો ખૂબ લાભકારી હોઈ છે. કાવો પીવાથી લોકોને બીમારીઓમાં આરામ મળી જાય છે. કાવો બનાવવા માટે તુલસીના પત્તાને સાફ કરીને ચા વાળા પાણીમાં નાખી લો. આ પછી એમાં લવિંગ, આદુ, અને મરી પણ નાખી લો. ચાને ઉકાળી લો અમે જ્યારે ચા ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરીને ગાળી લો. દિવસમાં ૩ વાર આ કાવો પીવાથી શરદી, ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત મળે છે.

તુલસીના પાન ચાવો
તુલસીના પાનમાં ઔષધિઓ ગુણ હોય છે અને એને ચાવીને ખાવાથી શરદી સારી થઈ જાય છે. એટલે શરદી થવા પર તુલસીના પાન સમય સમય પર ચાવ્યા કરો. આ સિવાય તુલસી અને વાસના પાનનો કાવો પીવાથી ઉધરસ થી આરામ મળી જાય છે અને ઉધરસ દૂર થાય છે.

નવશેકું પાણી પીવો
શરદી થવા પર નવશેકા પાણીમાં આદુનો રસ ભેળવીને પીઓ. આ પાણી પીવાથી આરામ મળે છે અને શરદીની તકલીફથી રાહત મળે છે. તમે પાણીની અંદર મધ પણ ભેળવી શકો છો.

Related posts

જાણો શા માટે પીવું જોઈએ માટલાનું પાણી…?

Charotar Sandesh

કોરોનાથી બચવા ઘરેલું નુસખાની અતિશ્યોકિતથી લોકો પડી રહ્યા છે બિમાર…

Charotar Sandesh

આકરી ગરમીમાં ગાડીમાં પડેલી હેન્ડ સેનેટાઈઝરની બોટલમાં બ્લાસ્ટ થઈ શકે…? જાણો…

Charotar Sandesh