Charotar Sandesh
ગુજરાત

સાબરકાંઠા, પાટણ, મહેસાણા સાથે ઘણા જિલ્લાઓમાં એકાએક વાતાવરણમાં પલટો…

કમોસમી વરસાદ ને કારણે રાજ્યના ખેડૂતોમાં છવાઈ ચિંતા…

ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હોટસ્પોટ અમદાવાદના વાતાવરણમાં આજે સવારે જોરદાર પલટો જોવા મળ્યો હતો. શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણનો માહોલ બન્યો હતો. પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, બોટાદ, પાટણ અને મહેસાણાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસી વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ, વડોદરા, નર્મદા, ખેડામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે તાપી, વલસાડ, નર્મદા, અમરેલીમાં, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગરમાં વરસાદી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ડીસા સહિત આસપાસના વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારે ઝાપટા સાથે કમોસમી વરસાદ પડ્યો. ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર, હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા સહિતના જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો.વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું જેથી વાતાવરણમાં ઠંડકનો ફેલાઈ છે. પરંતુ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ ભારે પવન સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદી છાંટા પણ પડ્યા હતા. કમોસમી વરસાદને લઈ ફરી જગત નો તાત ચિંતિત બન્યો છે. વરસાદી છાંટા વરસતા વાતાવરણમાં ઠડક પ્રસરી ગઈ હતી.

બોટાદમાં પણ આજે સવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. બોટાદના બરવાળામાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. બરવાળામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતોમા ચિંતા વ્યાપી હતી. વરસાદના છાંટા પડતાંની સાથે જ બોટાદમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી. આજે સવારે મહેસાણામાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું. વહેલી સવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે પવન સાથે ઝાપટું પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અત્રે નોંધનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

Related posts

ભારત અને કેનેડાના સંબંધો હાલ વણસ્યા : અભ્યાસ અર્થે ગયેલ વિદ્યાર્થીઓ-વાલીઓમાં ચિંતા વધી

Charotar Sandesh

મૂળ વાપીના અમેરિકા રહેતાં ડો. રૂપા દેસાઇએ ૩૫ કરોડના રેમડેસિવિર મોકલ્યા…

Charotar Sandesh

ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ક્યાં પડશે વરસાદ…?

Charotar Sandesh