Charotar Sandesh
ગુજરાત

હવામાન વિભાગે ૧૯ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરતા ખેડૂતોની વધી ચિંતા…

ગાંધીનગર : છેલ્લા બે દિવસથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશને વરસાદ ઘમરોળી રહ્યો છે. બન્ને રાજ્યોમાં ભારે ખુવારી થઈ છે. હવે મુંબઈ થઈને મેઘરાજાએ ફરીથી ગુજરાતમાં એન્ટ્રી લીધી છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ ન આવતા, ગુજરાતમાંથી ચોમાસુ ગયું એવું લાગી રહ્યું હતું. ત્યાં જ આજરોજ હવામાન વિભાગની આગાહીએ પાછા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસમાં રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ છે, જેથી રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ખેડૂતો પોતાની જણસ અને ઘાસચારો યોગ્ય રીતે ઢાકી ને રાખે જેથી નુકશાન ન થાય અને માછીમારી કરતા સાગરખેડુઓને પણ દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે દરિયો ન ખેડવાની પણ તાકીદ કરવામાં આવી છે.

રાજ્યમાં ફરીથી વરસાદી મહોલ સર્જાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, આજથી (શુક્રવાર)થી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં પણ હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, તા.૧૬મી ઓક્ટોબરે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દિવ અને કચ્છમાં હળવો વરસાદ પડશે. ૧૭મીએ પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસશે, જ્યારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. ૧૮મીએ સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં તેમજ કચ્છ અને દિવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે.

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસે. ૨૦૨૩ સુધી પુરો થશે, અમદાવાદ-મુંબઈનું ભાડું રૂ. ૩૦૦૦…

Charotar Sandesh

સરકારના કર્મચારીઓને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી નહીં મળે મોંઘવારી ભથ્થું…

Charotar Sandesh

કોરોના કાળ વચ્ચે ૨૧ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ…

Charotar Sandesh