નવીદિલ્હી : ભારતમાં કોરોના (covid-19)ને લઈ રાહત તો છે પરંતુ ધીરે ધીરે વધતા કેસો ચિંતા વધારી રહ્યા છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૩ નવા કેસ નોંધાયા અને ૨નાં મોત થયાં છે. અત્યાર સુધીમાં ૨૨૦.૦૨ કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સાથે ૪,૪૬,૭૬,૬૭૮ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૧,૪૨,૬૦૮ લોકો માત આપી ચૂક્યા છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૨૫,૩૬૧ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયેલ છે, ભારતમાં અત્યાર સુધી ૯૦.૯૧ કરોડ કોરોના (covid-19)ના ટેસ્ટ કરાયા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૫૯ ટકા છે, જે સામાન્ય છે.
Other News : કોરોનાને લઈને ભારત સરકાર પણ એક્શન મોડમાં, આ તારિખે દેશભરની હૉસ્પિટલોમાં મૉક ડ્રીલ થશે