Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૪૩ મીમી, અત્યાર સુધી કુલ ૪,૭૯૯ મીમી વરસાદ નોંધાયો

આણંદ તાલુકા

અત્યાર સુધીમાં સૌથી વધુ આણંદ તાલુકામાં ૭૫૮ મી.મી. જ્યારે સૌથી ઓછો ઉમરેઠ તાલુકામાં ૪૬૭ મી.મી. વરસાદ નોંધાયો

આણંદ : જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તારાપુર તાલુકામાં ૨૬ મી.મી., સોજીત્રા તાલુકામાં ૧૬ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૩૮ મી.મી., આણંદ તાલુકામાં ૮૦ મી.મી., પેટલાદ તાલુકામાં ૧૭ મી.મી., ખંભાત તાલુકામાં ૧૨ મી. મી., બોરસદ તાલુકામાં ૩૭ મી.મી. અને આંકલાવ તાલુકામાં ૧૭ મી.મી. મળીને છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૨૪૩ મીલીમીટર વરસાદ નોંધાયો છે. જે સવારે ૬-૦૦ કલાક સુધીનો વરસાદ દર્શાવે છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં ૭૫૮ મી.મી. નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ઉમરેઠ તાલુકામાં ૪૬૭ મી.મી. નોંધાયો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો તારાપુર તાલુકામાં ૫૫૮ મી.મી., સોજીત્રા તાલુકામાં ૬૭૬ મી.મી., પેટલાદ તાલુકામાં ૬૯૫ મી.મી., ખંભાત તાલુકામાં ૫૧૮ મી.મી., બોરસદ તાલુકામાં ૫૮૪ મી.મી. અને આંકલાવ તાલુકામાં ૫૪૩ મી.મી. મળી જિલ્લામાં કુલ ૪,૭૯૯ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા જણાવાયું છે.

Other News : આણંદ જિલ્લામાં નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી : રૂ. ૭.૮૦ લાખનો દંડ

Related posts

આણંદ : સાર્વજનિક કે ખાનગી જગ્યા્ઓમાં ચૂંટણી પ્રચાર માટે જાહેરમાં લાઉડસ્પી‍કર વગાડવા પર નિયંત્રણ…

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ…

Charotar Sandesh

બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ આણંદ જિલ્લા પોલિસ પણ એક્શનમાં : આ જુદી-જુદી જગ્યાએ દારૂના અડ્ડા પર રેડ કરાઈ

Charotar Sandesh