Charotar Sandesh
ગુજરાત

શિક્ષણ પર મોટો ભાર : ગુજરાતમાં કેટલાક શાળા સંચાલકો દ્વારા વાલીઓ પર દબાણ

શિક્ષણ ઓનલાઈન

અમદાવાદ : કોરોના કેસો વધતા હાલમાં ૧ થી ૯ વર્ગનું ઓફલાઈન શિક્ષણ ઓનલાઈન કરવામાં આવેલ છે, ત્યારે હજુ સ્કૂલ ઓફલાઇન શરૂ થઈ નથી.

તે અગાઉ કેટલીક સ્કૂલોએ તો વાલીઓને રૂબરૂ બોલાવ્યા હતા અને ફી માટે કહ્યું હતું કે બાળકો ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમમાં ભણતા હોય પરંતુ ફી તો ભરવી જ પડશે. ૫૦ ટકા વાલીની સંમિત મળશે તો સ્કૂલો ઓફલાઇન જ ચાલશે જેથી વાલીઓએ સંમિત આપવી પડશે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર અત્યારે ૧ થી ૯ ધોરણની સ્કૂલો શરૂ કરવી એ ઉતાવળીયો નિર્ણય છે.

હજુ બાળકોની વેક્સિન આવી નથી અને કેસ પણ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યાં છે

રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં સ્કૂલોમાં અનેક બાળકો સંક્રમિત થયા હતા. તે છતાં કોઈ દબાણના કારણે જ શિક્ષણમંત્રી સ્કૂલો શરૂ કરવા નિર્ણય કરી રહ્યા છે. હજુ કેસ વધુ છે માટે સ્કૂલો શરૂ કરવાનાં નિર્ણયમાં ઉતાવળ છે. હજુ ૧૫ દિવસ સુધી રાહ જોવી જોઈએ અને કેસ ઘટવા દેવા જોઈએ. કેસ સંપૂર્ણ કાબુમાં આવે ત્યાર બાદ જ ઓફલાઇન સ્કૂલ શરૂ કરવી જોઈએ.

સ્કૂલો પણ ફી માટે અત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેશે. પરંતુ બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોઈપણ સ્કૂલ તરફથી લેવામાં નહીં આવે. ૧૫ વર્ષથી ઓછી વયના બાળકોની વેક્સિન આવી નથી, કેસ હજુ વધારે આવી રહ્યા છે અને અગાઉ ઓફલાઇન સ્કૂલમાં પણ રોજ અનેક બાળકો સંક્રમિત થતા હતા છતાં શિક્ષણમંત્રી સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા ઉતાવળ કરી રહ્યા છે.

ફી માફીની જેમ સ્કૂલો શરૂ કરવા પણ શિક્ષણમંત્રી સંચાલકો માટે જ નિર્ણય કરી રહ્યા છે.સંચાલકોને પણ બાળકોના સ્વાસ્થ્યની નહિ પરંતુ ફી લેવાની ચિંતા છે.૨ મહિના જેટલો જ સમય બાકી છે અને કોઈ વાલી ફી નહીં આપે તેવા દરના કારણે સંચાલકો ઓફલાઇન સ્કૂલ શરૂ કરશે. હવે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સ્વ નિર્ભર શાળા સંચાલકો દબાણ કરી રહ્યાં છે.

Other News : ઉત્તરાખંડમાં ભાજપે ૬ બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

Related posts

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરુઆત : શિવાલયો ભક્તોના નાદથી ગૂંજી ઊઠશે

Charotar Sandesh

લગ્નો પર કોરોનાની અસરઃ મુહૂર્ત હોવા છતાં ઈચ્છુકોને જોવી પડી શકે છે દિવાળી સુધીની રાહ…

Charotar Sandesh

ખંભાતમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી : નાળ ગામે વીજળી પડતા ૧૬ બકરીઓના મોત…

Charotar Sandesh