Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકાર આવ્યા બાદ બદલીને લઈને આઈએએસ, આઈપીએસની ચિંતા વધી

ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકાર

ગાંધીનગર : પૂર્વ મુખ્યમંત્રી રુપાણીના સત્તા છોડતા પહેલાં જ મોટાપાયે આઇએએસની બદલીઓનો ગંજીપો ચીપાયો હતો. એ ફેરબદલ સ્વાભાવિક પણે જ આગામી ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમા લઇને કરવામા આવી હતી. પરંતુ હવે રુપાણી જ ન રહેતા બદલી લઇને નવા ડિપાર્ટમેન્ટમાં જઇને માંડ સેટ થયેલા આઇએએસ અધિકારીઓને ફડક પેઠી છે કે હજુ માંડ- માંડ તેઓ નવા ડિપાર્ટમેન્ટમાં આવીને ઠરીઠામ થયા છે ત્યાં શું ફરીથી ભૂપેન્દ્ર સરકાર તેમને બદલશે? એ ફડકમાં હાલ તેઓ તેમના ડિપાર્ટમેન્ટના મોટા નિર્ણયોને લઇને દ્વીધામાં છે.

તો વળી કી પોઝિશન પર બિરાજેલા કેટલાક અધિકારીઓ રુપાણી લોબીના નહીં હોવા છતાં તેમને લાગી રહ્યુ છે કે ભૂપેન્દ્ર પટેલ તેમના સ્થાને હવે પોતાના વિશ્વાસુને મૂકશે.

આમ આ પ્રવાહી સ્થિતિ એ તમામ અધિકારીઓને અસમંજસમાં મૂકેલા છેગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ ને ધરમૂળથી બદલીને તેને એક સ્તર સુધી લઇ જવા માટે સતત મહેનત કરનારા અધિકારી વિનોદ રાવ ને જશના બદલે જોડા પડ્યા છે! સૂતાં સૂતાં નોકરી કરવાની જેમને આદત પડી છે તેવા શિક્ષકો અને રેઢીયાળ એજ્યુકેશન સિસ્ટમને લઇને વિનોદ રાવે છેલ્લા કેટલાક સમયમાં ઘણા આંચકા જનક નિર્ણયો કર્યા છે.

પરિણામે એજ્યુકેશન સિસ્ટમ સાથે સંકળાયેલા મોટાભાગના શિક્ષકો અને કર્મચારીઓ ઇચ્છે છે કે કોઇપણ કાળે વિનોદ રાવને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી હટાવવામાં આવે. જોકે, તેમની એ આશા ફળીભૂત થતી નથી.

એમાંની જ આ વીકની સૌથી હોટ ગૂગલી એ હતી કેઃ ’વિનોદ રાવને હવે પીએમઓમાં પોસ્ટિંગ મળ્યુ છે. વિનોદ રાવને અભિનંદન…’ આ મેસેજ એ હદે સ્પ્રેડ થયા કે વિનોદ રાવ લોકોને ટેલિફોનિક અભિનંદનના ખુલાસા આપતાં આપતાં થાકી ગયા. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જમીનની કોઇપણ અરજી હોય કે ૨૫ લાખ રુપિયાથી મોટી કોઇ પણ વસ્તુ હોય તો તે મુદ્દે એફઆઇઆર નોંધતા પહેલા સીપીની મંજૂરી લેવી જરુરી છે- તેવો એક નિર્ણય કર્યો છે.

પરંતુ, અમદાવાદના એક ડીસીપી સીપીની ઉપરવટ જઇને જમીનની અરજીઓ અને નાણાની લેતીદેતીની અરજીઓ ડાયરેકટ એમની ઓફિસમા મંગાવે છે અને જાતે જ તપાસ કરે છે

Other News : ગુજરાતની નવી સરકાર સામે વિપક્ષ મજબૂત સાબિત : હંગામો સાથે વિધાનસભામાંથી વોકઆઉટ

Related posts

પોલીસનું ગુંડારાજ… જાહેરમાં મહિલાઓ અને બાળકોના વાળ ખેંચીને માર્યા

Charotar Sandesh

રાજ્યમાં એક અઠવાડિયામાં નવા કેસ ૬૬% વધ્યા, અમદાવાદમાં ફરી હોસ્પિટલો ભરાવાનુ શરુ…

Charotar Sandesh

આજે પધારશે વડાપ્રધાન ગુજરાત : કાલે નર્મદાના નીર વધાવશે…

Charotar Sandesh