Charotar Sandesh
સ્પોર્ટ્સ

Tokyo-Olympic માં હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ ટિ્‌વટ કર્યું, મહિલા હોકી ટીમ પર ગર્વ છે

ટોક્યો ઓલિમ્પિક (Tokyo-Olympic)

ન્યુ દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક (Tokyo-Olympic) માં રોમાંચક બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કર્યું કે અમે એક મેડલ ચૂકી ગયા, પરંતુ ભારતીય મહિલા ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે. બ્રોન્ઝ મેડલ માટેને મેચમાં કાંટાની ટક્કર આપ્યાં બાદ એક ગોલથી અંતિમ ક્ષણોમાં ભારતીય મહિલા હોકી ટીમ હારી ગઈ. હાર બાદ ભારતની દિકરીઓ ખુબ દુઃખી થઈને રડવા લાગી. કારણકે, દેશને તેમની પર ખુબ જ આશા હતી અને તેમની પાસે પણ ઈતિહાસ રચવાની મોટી તક હતી. જોકે, આ સ્થિતિની વચ્ચે દેશના પ્રધાનમંત્રીએ આ દિકરીઓની ખુબ જ પ્રશંસા કરીને તેમનો હોંશલો વધારવાનો પ્રયાસ કર્યો.

પીએમ નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું, ’અમે ટોક્યો ઓલિમ્પિક (Tokyo-Olympic) માં અમારી મહિલા હોકી ટીમના શાનદાર પ્રદર્શનને હંમેશા યાદ રાખીશું. તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું. ટીમના દરેક સભ્યએ હિંમત, કુશળતા અને સ્થિતિસ્થાપકતાનું નોંધપાત્ર પ્રદર્શન કર્યું. ભારતને આ અદ્ભુત ટીમ પર ગર્વ છે.

પીએમ મોદીએ અન્ય એક ટિ્‌વટમાં કહ્યું, ’અમે મહિલા હોકીમાં મેડલ ગુમાવી ચૂક્યા છીએ, પરંતુ આ ટીમ ન્યૂ ઇન્ડિયાની ભાવનાને દર્શાવે છે, જ્યાં અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ અને નવા મોરચા બનાવીએ છીએ. વધુ મહત્ત્વની વાત એ છે કે ટોક્યો ઓલિમ્પિક (Tokyo-Olympic) માં ટીમની સફળતા ભારતની યુવાન દીકરીઓને હોકીની રમતમાં ભાગ લેવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા પ્રેરણા આપશે. આ ટીમ પર ગર્વ છે.

બ્રિટન સામેની મેચમાં બે ગોલથી પાછા ફર્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમે હાફટાઇમમાં ૩-૨ની લીડ મેળવી હતી. જોકે, બ્રિટને બીજા હાફમાં બે ગોલ ફટકારીને અને ભારતની આશાઓને ડગાવીને ખૂબ જ આક્રમક રમત દર્શાવી હતી. ભારતીય ટીમે માત્ર પાંચ જ મિનિટમાં ત્રણ ગોલ કર્યા. ગુરજીત કૌરે ૨૫ મી અને ૨૬ મી મિનિટે ગોલ કર્યો હતો, જ્યારે વંદના કટારિયાએ ૨૯ મી મિનિટે ગોલ કર્યો હતો. બ્રિટન માટે એલેના રેયર (૧૬ મી), સારાહ રોબર્ટસન (૨૪ મી), કેપ્ટન હોલી પિઅર્ન વેબ (૩૫ મી) અને ગ્રેસ બાલ્ડસને ૪૮ મી મિનિટમાં ગોલ કર્યા હતા.

Other News : Tokyo-Olympic : ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ સિલ્વર મેડલ જીત્યો

Related posts

ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પરિણામને ફેરવી નાખશે તેવી શશી થરૂરે આશા વ્યકત કરી

Charotar Sandesh

સાનિયા મિર્ઝાનો ધડાકો : જાન્યુઆરીમાં કોરોનાથી સંક્રમિત થઇ હતી…

Charotar Sandesh

વિરાટ કોહલી પિતા બન્યો : અભિનેત્રી અનુષ્કા શર્માએ દિકરીને જન્મ આપ્યો…

Charotar Sandesh