સેન્સર બોર્ડે અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ ઓ માય ગોડ ૨ પર પ્રતિબંધ લગાવી દીધેલ છે
મુંબઈ : અભિનેતા અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની અપકમિંગ ફિલ્મ ‘ઓએમજી ૨’ પર સેન્સર બોર્ડે પ્રતિબંધ લગાવેલ છે, હાલમાં મેકર્સે ફિલ્મ OMG 2 નું ટીઝર રિલીઝ કરેલ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હવે અક્ષય કુમારની ધાર્મિક ફિલ્મ ઓ માય ગોડ ૨ (OMG2) પર સેન્સર બોર્ડે પ્રતિબંધ લગાવી દીધો છે.
આ ફિલ્મ OMG 2 ના ડાયરેક્ટર અમિત રાય છે, આ Movieમાં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં અરૂણ ગોવિલ અને ગોવિંદ નામદેવ જેવા સિતારા પણ જોવા મળવાના છે. પ્રથમ પાર્ટમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ જોવા મળ્યા હતા, પરંતુ હવે બીજા ભાગમાં પંકજ ત્રિપાઠી જોવા મળી રહ્યા છે, આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે, આ વચ્ચે સની દેઓલની ફિલ્મ Gadar-2 પણ ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહેલ છે.
Other News : આજે શરૂ થશે કાઉન્ટડાઉન : ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની તૈયારી, આ સમયે લોન્ચિંગ કરાશે ચંદ્રયાન-૩