Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વાવાઝોડા ‘બિપોરજોય’ ની સંભાવનાને ધ્યાને લઈ આણંદ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં

વાવાઝોડા બિપોરજોય

જિલ્લાના અધિકારી/કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાની તાકિદ કરતા જિલ્લા કલેકટર શ્રી ડી.એસ. ગઢવી

આણંદ : જિલ્લા કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને ‘બિપોરજોય’ વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ આગામી ૧૩ તારીખ સુધી જિલ્લામાં ભારે પવન અને વરસાદની શક્યતાઓ રહેલી હોઈ તમામ અધિકારીઓને સાવચેત રહેવા, હેડકવાટર ન છોડવા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કોઈ તકલીફ ન પડે તે જોવા તાકીદ કરી હતી.

કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને જોખમી વૃક્ષો તેમજ નમી ગયેલા વૃક્ષોની ડાળીઓ ઉતારી લેવા સૂચના આપી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ના ભરાય તે માટે કાંસની વ્યવસ્થિત સફાઈ કરવા ઉપરાંત લોકો આપત્તિના સમયે ઘર બહાર ના નિકળે, વૃક્ષો નીચે કે વીજળીના થાંભલાની આસપાસ ના ઉભા રહે તે જોવાનું સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું.

કલેક્ટરશ્રીએ આપત્તિ સમયે માનવ જીવનને નુકસાન ન થાય અને જો કોઈ નુકસાન થાય તો તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાયની રકમ ચૂકવવા સુચના આપીને ખંભાત અને તારાપુર તાલુકાના દરિયા કિનારાના ગામો તેમજ બોરસદ અને આંકલાવના નદી કાંઠાના ગામોમાં ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવિણ કુમાર, પ્રાંત અધિકારીશ્રી, નાયબ કલેકટરશ્રી, મામલતદારશ્રી, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી તેમજ એમ.જી.વી.સી.એલના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તાલુકા કક્ષાએથી પ્રાંત અધિકારીશ્રીઓ-મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

Other News : સંભવિત વાવાઝોડાથી બચવાં આટલી બાબતોનું ધ્યાન રાખીએ અને સલામત રહીએ

Related posts

આણંદના નાપાડ ગામમાં ૩૧ માર્ચે થયેલી હત્યાનો ભેદ ઉકેલતી આણંદ રૂરલ તથા વાસદ પોલીસ

Charotar Sandesh

સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીનું સ્થળાંતર : ગામડી, વાસદ, સામરખા, ચિખોદરાના રહીશોએ જુના સેવા સદન ખાતે સંપર્ક કરવો

Charotar Sandesh

બોરસદ પોલિસ સ્ટેશન ખાતે હિન્દુ-મુસ્લિમ ધર્મના શાંતિ સમિતિના સભ્યોની શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

Charotar Sandesh