Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

થર્ટી ફર્સ્ટને લઈ આણંદ જિલ્લા પોલીસ એલર્ટ : બોરસદ પાસેથી મિનીટ્રકમાંથી ૫.૭૦ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

થર્ટી ફર્સ્ટ

આણંદ : રાજ્યમાં કોરોનાના કારણે કેટલાક કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. થર્ટી ફર્સ્‌ટની પાર્ટીને પણ ટાળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખાસ ટીમ દ્વારા પણ ચેકીંગ કરાશે.

દરમ્યાન આણંદની પોલીસ ટીમે બાતમી આધારે બોરસદના કસુંબાડ ગામે વોચ ગોઠવી મીનીટ્રક ભરેલો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં મિની ટ્રકનું પાયલોટીંગ કરતાં તારાપુરના બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સ અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો.

આ બાબતે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, તારાપુરની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતો વોન્ટેડ બુટલેગર રાજેન્દ્ર ઉર્ફે ભાણો નવનીતલાલ જયસ્વાલ વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી આણંદમાં કટીંગ કરાવે છે. હાલ દારૂનો જથ્થો ભરી મિનીટ્રક પામોલથી ખડોલ (હ) તરફ આવી રહ્યું છે. આ મિનીટ્રકનું પાયલોટીંગ રાજેન્દ્ર ઉર્ફે ભાણો કરી રહ્યો છે. જે બાતમી આધારે એલસીબીની ટીમે કસુંબાડ પાસે બુધવારની મોડી સાંજે વોચ ગોઠવી હતી. દરમિયાન બોરસદ તરફથી આવતી કારને વાહનોની આડશ કરી રોકવામાં આવી હતી. આ ઉપરાંત તેની પાછળ જ મિનીટ્રક આવતી જોવા મળતાં તેને પણ રોકી હતી. જોકે, પોલીસ હજુ કંઇ નિર્ણય લે તે પહેલા મિનીટ્રકમાં સવાર એક શખસ અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. જેમાં પોલીસે પૂછપરછ કરતાં રાજેન્દ્ર ઉર્ફે ભાણો નવનીતલાલ જયસ્વાલ (ઉ.વ.૪૯, રહે. તારાપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મોબાઇલ અને રોકડ કબજે કરી હતી.

પોલીસ તપાસમાં મિનીટ્રકમાં કેબીનના પાછળના ડાલાના ભાગે તળીયામાના ભાગે વચ્ચે બોલ્ટ માર્યાં હતાં. જે ખોલી તપાસ કરતાં તેમાં ગુપ્ત ખાના બનાવ્યાં હતાં. જે ખાનામાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલી ૯૫ પેટી મળી આવી હતી. જેમાં ૧૧૪૦ બોટલ કિંમત રૂ. ૫.૭૦ લાખ હતી. આથી, પોલીસે રાજેન્દ્ર ઉર્ફે ભાણો નવનીતલાલ જયસ્વાલ (રહે.તારાપુર), સંજય રાજુ રાણા (રહે.સંતરામ ડેરી રોડ, નડિયાદ)ની અટક કરેલ. જ્યારે રાજેન્દ્ર, સંજય, ભરત રાઠોડ અને અનીલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે કાર, મિનિટ્રક, દારૂ સહિત કુલ રૂ.૨૦.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Other News : રાજ્યમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીને લઈ પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધાર્યું

Related posts

વડતાલ મંદિરમાં સોમવારથી ભોજનાલય અને ઊતારા બંધ રહેશે…

Charotar Sandesh

બે દિવસ પૂર્વ આણંદમાં કેમીકલયુક્ત દુર્ગંધ ફેલાવવા પાછળ કેમીકલના ચોરોના પાપે સર્જાયાની આશંકા…

Charotar Sandesh

હર ઘર તિરંગા અભિયાન SRP ગૃપ-૭ના પોલીસ જવાનો દ્વારા અડાસ ખાતે યોજાયેલ ભવ્ય મશાલ રેલી, જુઓ તસ્વીરો

Charotar Sandesh