Charotar Sandesh
ગુજરાત

ઓછા વરસાદના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા

સ્કાઈમેટ હવામાન

નવી દિલ્હી : મોન્સૂનમાં પ્રથમ બ્રેક જુલાઈમાં જોવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનમાં બીજો બ્રેક મોન્સૂન ફેઝ આવ્યો. નબળા વરસાદને કારણે સમગ્ર ભારતમાં સીઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર દિવસ સુધીમાં ૯ ટકા પર આવી ગઈ. સામાન્યથી ઓછા મોન્સૂનની સામાન્યથી નીચેની સ્થિતિમાં અત્યારસુધીમાં કોઈ સુધારો થયો નથી.

સ્કાઈમેટના MD જતીન સિંહના જણાવ્યા અનુસાર, મોન્સૂન નબળું પડવાનું કારણ હિન્દ મહાસાગરમાં લાંબા ૫ ફેઝ અને જુલાઈ-ઓગસ્ટમાં એમાં ફેરફાર હોઈ શકે છે. પશ્ચિમી હિન્દ મહાસાગરની સપાટીનું તાપમાન પૂર્વ હિન્દ મહાસાગરની સરખામણીમાં ઓછું અને વધુ રહે છે. હિન્દ મહાસાગર દ્વિધ્રુવ એટલે કે Indian Ocean Dipole(IOD) કહે છે. જોકે સપ્ટેમ્બરમા IOD બનવાના કોઈ સ્પષ્ટ સંકેત નથી સ્કાઈમેટ હવામાનની આગાહી કરનારી અને કૃષિ રિસ્ક સોલ્યુશન આપનારી ભારતની એકમાત્ર ખાનગી કંપની છે. એની શરૂઆત ૨૦૦૩માં થઈ હતી. સ્કાઈમેટ પોતાનું ન્યૂમેરિક વેધર પ્રોડક્શન મોડલ રન કરે છે. વીજળીનો સપ્લાઈ કરનારી કંપનીઓ, ઘણા મીડિયો ગ્રુપ, ખેડૂતો સાથે જોડાયેલી સર્વિસ, કીટનાશક અને ફર્ટિલાઈઝર બનાવનારી અને લોજિસ્ટિક્સ ઓપરેટરોને આ કંપની હવામાનનું પૂર્વાઅનુમાન ઉપલબ્ધ કરાવે છે. સ્કાઈમેટ રિમોટ સેન્સિંગ અને UAVનું પણ સંચાલન કરે છે.

સ્કાઈમેટે જૂન માટે ૧૦૬ ટકા અને જુલાઈ માટે ૯૭ ટકા વરસાદની આગાહી કરી હતી. એની સરખામણીએ જૂન અને જુલાઈમાં LPAના ૧૧૦ ટકા અને ૯૩ ટકા વરસાદ થયો. હાલની સ્થિતિને જોતાં સ્કાઈમેટે મોન્સૂનના અગાઉના અનુમાનમાં ફેરફાર કરીને તેને LPAના ૯૪ ટકા કર્યું છે. મંથલી બેસિસ પર હવે મોન્સૂનની આગાહી આ રીતે છે. ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટે કહ્યું છે કે આ વર્ષે વરસાદનો આંકડો સામાન્યથી ૬૦ ટકા ઓછો રહેશે.

સ્કાઈમેટે આ પહેલાં ૧૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ હવામાનની આગાહી જાહેર કરી હતી

એ સમયે દેશમાં સામાન્ય વરસાદની વાત કહેવામાં આવી હતી, જોકે અપડેટેડ અનુમાન મુજબ, આ વર્ષે વરસાદ સામાન્યથી ૬૦ ટકા ઓછી રહેવાની શક્યતા છે. હવામાનની ભૌગોલિક અસરની વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા છે. જોકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્ય કે એનાથી વધુ રહ્યો છે. આ કારણે દેશના કેન્દ્રીય ભાગમાં પાક નબળો રહેવાની શક્યતા પણ છે. ઓગસ્ટમાં LPA (૨૫૮.૨ MM)ની સરખામણીએ ૮૦% વરસાદ પડી શકે છે. આ મહિને ૮૦ ટકા શક્યતા ઓછા વરસાદની છે, જ્યારે ૨૦ ટકા શક્યતા સામાન્ય વરસાદની છે.

Other News : ટ્રેનો, રેલવે સ્ટેશનો, સ્ટેડિયમ અને એરપોર્ટનું વેચાણ કરીને સરકાર નાણાં એકત્રિત કરશે

Related posts

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની શક્યતા નહિવત્‌ : સરકાર

Charotar Sandesh

જાહેરનામુ : ધૂળેટીમાં કોઇ પણ વ્યક્તિ ઉપર રંગ છાંટતા પકડાશો તો ગુનો નોંધાશે…

Charotar Sandesh

બિનસચિવાલય પરીક્ષામાં થયેલ ગેરરીતિમાં ભાજપની કોઈ સંડોવણી નથી : રૂપાણી

Charotar Sandesh