Charotar Sandesh
ઈન્ડિયા

પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં વધારો : ખિસ્સા પર વધુ એક પ્રહાર

CNG-Rate
સીએનજીના ભાવમાં ૬૮ પૈસાનો વધારો કરાયો

ન્યુ દિલ્હી : પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ૮ જુલાઈ ગુરૂવારના રોજ ફરીથી પેટ્રોલ ૩૫ પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૦.૫૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. બીજી તરફ ડીઝલમાં ૯ પૈસાની વૃદ્ધિ થઈ છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે. સરકાર આંતરાષ્ટ્રીય ભાવો વધવાના કારણને આગળ ધરીને પોતાના હાથ ઉંચા કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, આંતરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલની કિંમતમાં ૧૫ ટકાનો વધારો થયો છે. જોકે, મોદી સરકાર પોતાના ટેક્સમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી. શહેરના મોટા તમામ શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર થઈ ગઈ છે પરંતુ મોદી સરકાર ટેક્સ રૂપી મલાઈ ખાવામાં વ્યસ્ત છે.

ગુરુવારે પેટ્રોલમાં ૩૫ પૈસા અને ડિઝલમાં ૯ પૈસાનો વધારો, મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલ-૧૦૦ને પાર

જ્યારે પેટ્રોલ-ડીઝલની આંતરાષ્ટ્રીય સ્તરે કિંમતમાં ઘટાડો થાય છે તો મોદી સરકાર ટેક્સમાં વધારો કરી નાંખે છે. જોકે, જ્યારે પેટ્રોલ-ડીઝલના આંતરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે છે ત્યારે મોદી સરકાર પોતાના ટેક્સમાં ઘટાડો કરતી નથી. વર્તમાનમાં સામાન્ય લોકોનું જીવન અસહ્ય બની રહ્યું છે.

આસમાને પહોંચી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે સીએનજીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય પ્રજાને પડતા પર પાટું છે. અમદાવાદમાં આજે સીએનજીના ભાવ ૬૮ પૈસા પ્રતિ કિલો વધી ગયા છે. તેની સાથે જ અમદાવાદીઓને મોટો ઝાટકો લાગ્યો છે. આ વધારા બાદ અમદાવાદમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ૫૫.૩૦ પર પહોંચી ગયો છે.
વર્ષ ૨૦૨૧માં ૧ જાન્યુઆરીથી ૭ જુલાઇ સુધીમાં પેટ્રોલમાં રૂ.૧૬.૨૪ અને ડીઝલમાં રૂ.૧૫.૪૧નો ભાવવધારો થઇ ચૂક્યો છે. જુલાઇ મહિનામાં પેટ્રોલની કિંમતમાં ચાર વાર અને ડીઝલની કિંમતમાં બે વાર વધારો કરાયો છે. આ પહેલાં જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૬ વાર વધારો કરાયો હતો જેમાં પેટ્રોલ રૂ.૪.૫૮ અને ડીઝલ રૂ.૪.૦૨ પ્રતિલિટર મોંઘાં થયાં હતાં. તે ઉપરાંત રાજ્યો દ્વારા આ બંને ઇંધણો પર આકરો વેટ વસૂલાતો હોવાથી મોંઘવારીએ ભારતના મધ્યમવર્ગની કમર તોડી નાખી છે.

Other News : રૂપાણી સરકારની મંજૂરી : અમદાવાદમાં ‘કર્ફ્યૂ’ વચ્ચે ‘જગતના નાથ’ નગરચર્યાએ નીકળશે

Related posts

કુલગામમાં એન્કાઉન્ટર : સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા…

Charotar Sandesh

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : ભાજપાએ ૧૨૫ ઉમેદવારોની યાદી જાહેર કરી…

Charotar Sandesh

આઈપીએલ ઈતિહાસમાં ધોની સૌથી સફળ વિકેટકીપર બન્યો

Charotar Sandesh