Charotar Sandesh
ઈન્ડિયા

ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે : બાબા રામદેવ

બાબા રામદેવ

આંધ્ર પ્રદેશમાં ગૌ સંમેલનમાં સામેલ થયા

નવી દિલ્હી : ટીટીડી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી બનેલા બાબા રામદેવે કહ્યું હતું કે, ગાયને ભારતનું રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવી જોઈએ. ટીટીડી ટ્રસ્ટ દ્વારા પણ આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ માગણી કરું છું કે, જલ્દી જ તેઓ ગાયને લેખિત રીતે દેશનું રાષ્ટ્રીય પશુ ઘોષિત કરે. બાબા રામદેવે કહ્યું કે, ગાયો માટે પતંજલિ પીઠમ તરફથી ગો સંરક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. અમે ગાયોની સુરક્ષા અને સંરક્ષણ બંનેમાં આગળ છીએ.

આ દરમિયાન યોગ ગુરૂએ કહ્યું કે, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ તેમને ટીટીડી ગો મહાસંમેલનની જાણકારી આપી હતી. તેમણે હિંદુ ધર્મના પ્રચાર માટે ટીટીડી અધ્યક્ષ વાઈવી સુબ્બા રેડ્ડીની પણ પ્રશંસા કરી હતી. ફરી એક વખત ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની માગણી ઉઠી છે.

આ વખતે યોગ ગુરૂ બાબા રામદેવે કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે કે, ગાયને ભારતનું રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે. બાબા રામદેવ રવિવારે આંધ્ર પ્રદેશમાં ગો મહા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા તે સમયે આ નિવેદન આપ્યું હતું.

Other News : કાશ્મીરમાં સૈન્ય કેમ્પો પર હુમલાનું ISIનું કાવતરૂં : કાશ્મીરના રાજૌરીમાં બે જવાન શહીદ

Related posts

ઓરિસ્સાથી ગુજરાત જઇ રહેલ બસને અકસ્માત : ૭ મજૂરોના મોત

Charotar Sandesh

ઍર ઇન્ડિયાના વેચાણની તારીખ ૧૪મી ડિસેમ્બર સુધી લંબાવવાની શક્યતા…

Charotar Sandesh

Breaking : ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં બબાલ, પોલીસે ટીયર ગેસ શેલ છોડ્યા…

Charotar Sandesh