Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં સૌથી વધુ દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ : જાણો કુલ કેટલા કેસો નોંધાયા

ઓમિક્રોનના કેસ

નવીદિલ્હી : નવા વેરિએન્ટ ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કમ્યુનિટી સ્પ્રેડવાળા સ્થળો પર ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ આવી શકે છે.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેટલા કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર ૩૨, દિલ્હી ૨૨, રાજસ્થાન ૧૭, કર્ણાટક ૮, તેલંગાણા ૮, કેરળ ૫, ગુજરાત ૫, આંધ્રપ્રદેશ ૧, તમિલનાડ ૧, ચંદીગઢ ૧, પશ્ચિમ બંગાળમાં પણ એક કેસ નોંધાયો છે.ભારતમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં જ ઓમિક્રોનના ૧૦ કેસ એક સાથે નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૨૨ થઈ ગઈ છે.

ઓમિક્રોન અત્યાર સુધીમાં દેશના ૧૧ રાજ્યોમાં ફેલાય ચૂક્યો છે

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ ૩૨ ઓમિક્રોન સંક્રમિત છે. દેશભરમાં ઓમિક્રોનના કુલ ૧૧૩ કેસ નોંધાયા છે. ઓમિક્રોન ઉત્તર પ્રદેશમાં પ્રવેશી ચૂક્યો છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ જિલ્લામાં એક વૃદ્ધ દંપતીમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. કપલની ટ્રાવેલ હિસ્ટ્રી મહારાષ્ટ્ર-રાજસ્થાન સાથે જોડાયેલી છે. આ રાજ્યોના ઘણા શહેરોની મુલાકાત લીધા બાદ બંને ગાઝિયાબાદ આવ્યા હતા. રાજસ્થાનમાં ૧૭ લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે.

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યું કે ઓમિક્રોન જે રીતે ત્રણ અઠવાડિયામાં આફ્રિકા અને યુરોપમાં કહેર વર્તાવ્યો છે, ભારતમાં પણ જાન્યુઆરી સુધીમાં તેના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે આનાથી ઓમિક્રોન કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે.દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે ડેલ્ટા વેરિઅન્ટ દક્ષિણ આફ્રિકામાં ઝડપથી ફેલાયો ન હતો.

આ સાથે, WHO એ સંભાવના વ્યક્ત કરી છે કે જો કોરોના મોટી વસ્તીમાં ફેલાય છે, તો ઓમિક્રોન ચેપના મામલામાં ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી શકે છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ મુજબ, સ્પુટનિક ફ ઓમિક્રોનને નિષ્ક્રિય કરવામાં અસરકારક છે, અને જ્યારે સ્પુટનિક લાઇટ બૂસ્ટર સાથે જોડવામાં આવે છે, ત્યારે આ રસી અન્ય રસીઓ કરતાં ત્રણથી સાત ગણી સારી છે.

Other News : મુંબઈમાં અમેરિકાથી આવેલ વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત : કેસો વધતાં મહારાષ્ટ્ર સરકાર ચિંતિત

Related posts

ભારતને વર્લ્ડ કપમાં પંતની ખોટ વર્તાશેઃ ગાંગુલી

Charotar Sandesh

૨ મહિલાઓ પાસેથી દિલ્હી એરપોર્ટ પર ૯૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું : કાર્યવાહી શરૂ

Charotar Sandesh

ખેડૂતોની જીત : ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચતી મોદી સરકાર, ભાવુક બનતા વડાપ્રધાન

Charotar Sandesh