Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

૨ દિવસ આ શહેરોમાં માવઠાની આગાહી, ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

માવઠાની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અરવલ્લી, મહીસાગર, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, પશ્ચિમ દિશાના પવનો અને ભેજના કારણે વરસાદ પડશે

અમરેલી : ગુજરાતમાં હજુ શિયાળાએ દસ્તક દીધી હતી ત્યાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાજેતરમાં મિની વાવાઝોડા, વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૨ દિવસ અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરી છે.

ક્યાં ક્યાં વરસાદની આગાહી : હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અરવલ્લી, મહીસાગર, અમરેલી, જૂનાગઢમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ દિશાના પવનો અને ભેજના કારણે વરસાદ પડશે. બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે. ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે અને પવન ૧૦ થી ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ૨થી ૪ ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. ૮ ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. આ ટ્રફના કારણે ગુજરાતમાં પહેલીથી પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ માવઠાની પણ શક્યતાઓ છે.

Other News : સરકારની તિજોરી ભરાઈ : નવેમ્બરમાં ૨૪ ટકા વધારા સાથે GST કલેક્શન ૧.૬૭ લાખ કરોડ

Related posts

વેક્સિનેટેડ સંક્રમિત થાય તો ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર નહી હોય : સિવિલ અધિક્ષક

Charotar Sandesh

અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, નવરાત્રિ દરમિયાન દર્શનનો સમય બદલાયો…

Charotar Sandesh

રાજ્યમાં હવે ધોરણ ૬ થી ૮ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે મહત્વના સમાચાર

Charotar Sandesh