Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં પહેલીવાર ૨૫ ગુજરાતી બનશે IPS : મહેસાણામાંથી સૌથી વધુ

ગુજરાતીઓને આઈપીએસનું પ્રમોશન

DCP મનોહરસિંહ જાડેજા સહિત સૌરાષ્ટ્રના ૧૪ મળી રાજ્યના ૨૫ પોલીસ અધિકારીઓને આઈપીએસનું નોમિનેશન

મહેસાણાના ૫, કચ્છના 3, જામનગરના બે, ભાવનગરના બે, મોરબીના બે, અમરેલીના બે, સુરેન્દ્રનગરના બે અને રાજકોટના એક, અમદાવાદના ૪, ગાંધીનગર-આણંદમાંથી ૧-૧ અધિકારીની પસંદગી

ગાંધીનગર : અનેક ક્ષેત્રમાં ઈતિહાસ રચ્યા બાદ હવે પોલીસમાં પણ ગુજરાત હરણફાળ ભરી રહ્યું હોય તેવી રીતે ઈતિહાસમાં પહેલી વખત એક સાથે ૨૫ જેટલા ગુજરાતીઓને આઈપીએસનું પ્રમોશન મળવા જઈ રહ્યું છે.

ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) બનવાનું હર કોઈનું સ્વપ્ન હોય છે અને તેને પૂર્ણ કરવા માટે રાત-દિવસ એક પણ કરવામાં આવતા હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ૨૫ ગુજરાતીઓમાં હાલ રાજકોટના ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજા ઉપરાંત રાજકોટમાં એસીપી તરીકે પ્રશંસનીય ફરજ બજાવી ચૂકેલા હર્ષદ મહેતા તેમજ ડૉ.હર્ષદ પટેલ સહિતનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુળ રાજકોટના એવા ભગીરથસિંહ યુ.જાડેજા પણ આઈપીએસના પ્રમોશન માટે નોમિનેટ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે ૨૫ અધિકારીઓમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૧૪ જેટલા અધિકારીઓ સમાવિષ્ટ છે.

આ અંગેની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ગયાનું રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં એક સાથે ૨૫ જેટલા ગુજરાતી અધિકારી આઈપીએસ તરીકે ફરજ બજાવશે. જે ડીવાયએસપીને આઈપીએસનું પ્રમોશન મળવાનું છે તેમાં સુરતના ડીસીપી પન્ના મોમાયા, રાજકોટમાં એસીપી ક્રાઈમ તેમજ હાલ અમદાવાદના ડીસીપી (કંટ્રોલ રૂમ) ડૉ.હર્ષદ પટેલ, અમદાવાદ ઝોન-૪ના ડીસીપી રાજેશ એચ.ગઢિયા સહિત ૨૫ ડીવાયએસપીનો સમાવેશ થાય છે.

દરમિયાન જાણવા મળ્યા પ્રમાણે ૨૦૧૧ની બેચના પાસ થયેલા ૩૫ જેટલા ડીવાયએસપી જિલ્લામાં એસપી તરીકે તેમજ શહેરમાં ડીએસપી તરીકે નિમણૂક પામ્યા છે અને હવે તેમને ટૂંક સમયમાં મહત્ત્વની જગ્યાએ પોસ્ટીંગ પણ આપવામાં આવશે. આ પહેલાં ગુજરાત કેડરના ચાર આઈપીએસ અધિકારીઓ એવા સજ્જનસિંહ પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને આઈપીએસ કેડર ફાળવવામાં આવી હતી.

Other News : સોશિયલ મિડીયામાં લોભામણી જાહેરાતથી છેતરાયો વેપારી : કાજૂની ખરીદી ૧૪.૫૦ લાખમાં પડી ! જુઓ વિગત

Related posts

કોંગ્રેસે ઉમેદવારો ઉભા ન રાખતા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ જીત્યા…

Charotar Sandesh

રિસર્ચ : અમદાવાદમાં સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળતા હડકંપ…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, આજે રાજ્યમાં ૨૨૭૦ નવા કેસ, આણંદ જિલ્લામાં નવા ૧૭ કેસો…

Charotar Sandesh