Charotar Sandesh
ગુજરાત

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે : ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ

અમદાવાદ : ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ,પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ ના મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

માન.રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ આજે વિધાનસભા ગૃહ ખાતે સંબોધન કર્યુ હતુ

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિ શ્રી નું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને માત્ર નેતૃત્વ પૂરું પાડ્યું ન હતું, પરંતુ સમગ્ર વિશ્વને એક નવો રસ્તો, નવી વિચારસરણી અને નવી ફિલસૂફી પણ બતાવી હતી. આજે જ્યારે પણ દુનિયામાં કોઈપણ પ્રકારની હિંસા થાય છે ત્યારે બાપુના સૂત્ર ‘અહિંસા’નું મહત્વ આપણને સમજાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતનો ઇતિહાસ અનોખો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિને સત્યાગ્રહની ભૂમિ કહી શકાય. સત્યાગ્રહનો મંત્ર સમગ્ર વિશ્વમાં સંસ્થાનવાદ સામે એક અમોઘ શસ્ત્ર તરીકે સ્થાપિત થયો હતો. બારડોલી સત્યાગ્રહ, મીઠાનો સત્યાગ્રહ અને દાંડી કૂચે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને ન માત્ર નવો આકાર આપ્યો, પરંતુ વિરોધની અભિવ્યક્તિ અને જન આંદોલનના આચરણને પણ એક નવું પરિમાણ આપ્યું.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : ગુજરાતમાં પહેલીવાર ૨૫ ગુજરાતી બનશે IPS : મહેસાણામાંથી સૌથી વધુ

Related posts

ભક્તો માટે ખુશખબર : સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ચોટીલા, વડતાલ, સંતરામ મંદિરો ખૂલશે…

Charotar Sandesh

ગુજરાત ATS એ ૫૦ હથિયારો સાથે કરી ૧૩ લોકોની કરી ધરપકડ…

Charotar Sandesh

બી.કોમ સેમેસ્ટર-૩ના બિઝનેસ પેપરમાં વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં ગાળો, ફિલ્મની સ્ટોરી લખી…

Charotar Sandesh