Charotar Sandesh
ગુજરાત

સારા સમાચાર : ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ
અત્યાર સુધી સરેરાશ ૪.૮૦ ઈંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું હવે આગામી ૧૧ જુલાઇથી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગ એ આગામી ૧૧થી ૧૩ જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ૧૯ મી.મી અને ડાંગના વઘઈમાં ૧૦ મી.મી વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના વાંસદામાં ૫ મી.મી, વલસાડના કપરાડામાં ૨ મી.મી, વેરાવળમાં એક, ગણદેવીમાં એક અને ડાંગના આહવામાં પણ એક મી.મી વરસાદ નોંધાયો છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ ના મતે આગામી ૧૧ જુલાઇના અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ, ૧૨ જુલાઇના નર્મદા, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવોથી મધ્યમ જ્યારે ૧૩ જુલાઇના આણંદ, વલસાડ,નવસારી, સુરત, ભરૂચ,દમણ અને ભાવનગરમાં અતિ ભારે, દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યાર સુધી સરેરાશ ૪.૮૪ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ડેવલોપ થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રવીવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની તિવ્રતામાં પણ વધારો થશે. હવામાન વિભાગ વરસાદની આગાહીથી ખેડૂતો માટે પણ સારા સમાચાર છે.

Other News : ફાયર સેફ્ટી અંગે ગુજરાત હાઇકોર્ટ સરકાર વિરુદ્ધ લાલઘૂમ

Related posts

વડોદરામાં કેયુર રોકડિયા અને ભાવનગરમાં કિર્તિબેન બન્યા નવા મેયર…

Charotar Sandesh

રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો થયા ઓવરફ્લો…

Charotar Sandesh

હાઇકોર્ટે દારુ મુદ્દે સરકારને ઝાટકી : નાની માછલીઓ પકડી ખોટી જગ્યા ન ભરો

Charotar Sandesh