વડોદરા : વડોદરામાં ડેલ્ટા વેરિએંટ (delta variant) ના બે શંકાસ્પદ કેસ નોંધાયા જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે. બંને દર્દીઓ ૧૫ દિવસ પહેલા કેરળ ફરવા ગયા હતા. જેથી ત્યા સંક્રમિત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ હતી. રાજ્યમાં બીજી લહેર વખતે હોસ્પિટલમાં બેડોની અછત સર્જાઈ ગઈ હતી. સાથેજ ઘણા લોકોના મોત પણ થયા હતા. ત્યારે લોકોમાં હવે કોરોનાની બીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. તેવામાં વડોદરામાં ડેલ્ટા વેરિએંટ (delta variant) ના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે.
વડોદરામાં આવેલ SSG હોસ્પિટલમાં ૨ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે
જેમનામાં ડેલ્ટા વેરિએંટ (delta variant) ના લક્ષણો જોવા મળ્યા છે. આ વાતને લઈને જિલ્લામાં હડકંપ મચી ઉઠ્યો છે. જેના કારણે તેમના સેમ્પલ પણ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જે બે દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો મળી આવ્યા છે. તે બે દર્દીઓ ૧૫ દિવસ પહેલા કેરળ ફરવા માટે ગયા હતા. જેથી શંકા છે તેઓ કેરળથી સંક્રમિત થઈને આવ્યા હતા. હાલ તો બંને દર્દીઓ સારવાર હેઠળ છે. અને તેમની હાલત સ્થિર છે. પરંચુ ડેલ્ટા વેરિએંટ (delta variant) ની આશંકાને લીધે હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે હાલ કેરળમાં કોરોનાના કેસમાં સખત ઉછાળો આવ્યો છે. તેમા પણ બે દર્દીઓ ત્યાથીજ આવ્યા છે. સાથેજ તેમનામાં શંકાસ્પદ ડેલ્ટા વેરિએંટના કેસ મળી આવતા વડોદરામાં હડકંપ મચી ઉઠ્યો છે.
Other News : નરેન્દ્રભાઈનું સિંહાસન વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ તોડે જ છે : CM રૂપાણી