Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠમાં રાંધણ ગેસની બોટલ ફાટતા પ્રચંડ ધડાકા સાથે ઘરમાં આગ લાગી

રાંધણ ગેસની બોટલ (blast)

ઉમરેઠ : ઉમરેઠમાં રાંધણ ગેસની બોટલ ફાટતા (blast) પ્રચંડ ધડાકા સાથે ઘરમાં આગ લાગીઉમરેઠ ઓડ બજાર પાસે આવેલ હવાલદારના ખાંચામાં રહેતા નુરમહંમદ ગુલામનબી બેલીમના ઘરમાં શુક્રવારે સવારે આઠેક વાગે ચા બનાવતી વખતે એકાએક રાંધણ ગેસનો બોટલ ફાટતા (blast) પ્રચંડ ધડાકો થયો હતો અને ઘરમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે મહોલ્લામાં નાશભાગ મચી ગઈ હતી.

આગની જવાળાઓ જોતા આજુબાજુ ઘરના લોકો રસ્તા ઉપર આવી ગયા હતા

આ વિસ્તારના કાઉન્સિલર ભઇલુભાઈ પટેલ, કનુ બેંગ્લોરી, પ્રણય બાવાવાળા સહિત અનેક લોકો સ્થળ ઉપર આવી ગયા હતા અને નગર પાલિકાના અગ્નિશમન વિભાગને બોલાવી રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમા આવી હતી. પરંતુ મકાનમાં રહેલી ઘરવખરી સહિત આખુ ઘર આગમાં સ્વાહા થઈ ગયું હતું.

ઉમરેઠ શહેરના ઓડ બજાર સ્થિત એક મકાનમાં સવારે આઠેક વાગ્યાના સુમારે રાંધણ ગેસની બોટલ ફાટતા (blast) પ્રચંડ ધડાકા સાથે ઘરમાં આગ લાગી હતી, નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યા મુજબ ધડાકો એટલો પ્રચંડ હતો કે ફાટેલા ગેસ બોટલના ટુકડા ઘરના પતરાં ફાડી પાંચસો મીટર દૂર આજુબાજુના ઘરની છત ઉપર પડ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉમરેઠ નગરપાલિકાનું ફાયર ફાઇટર બોલાવી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કાબુમાં લેવાની મથામણમાં પાલિકાનો એક કર્મચારી ઘાયલ થયો હતો.

આ બનાવના કારણે બે મહિલા અને ચાર પુરુષો મળી કુલ છ લોકો દાજી ગયા હતા. આ તમામને ઉમરેઠના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા.

Other News : સમગ્ર આણંદ જિલ્‍લામાં લાગુ કરાયેલ હથિયારબંધી તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કૃત્‍યો કરવા ઉપર મનાઇ

Related posts

આણંદના વિદ્યાનગર ખાતે નલ સે જલ તથા ચીલર પ્લાન્ટનું લોકાર્પણ સી.આર.પાટીલે કર્યું

Charotar Sandesh

ઉત્તર અને મધ્ય ગુજરાત પર ચાંદીપુરા તાવનો ખતરો : બેવડી ઋતુના કારણે વાયરસનો ખતરો

Charotar Sandesh

૫૦ હજારની લાંચ લેતા વચેટિયો ટીઆરબી જવાન ઝડપાયો : પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ફરાર…

Charotar Sandesh