Charotar Sandesh
સ્પોર્ટ્સ

Tokyo Olympic માં નિષ્ફળ રહેનાર ભારતીય પિસ્તોલ શૂટર મનુ ભાકર દિલ્હી પરત ફરી

શૂટર મનુ ભાકર

ન્યુ દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં નિષ્ફળ રહેનાર ભારતીય પિસ્તોલ શૂટર મનુ ભાકર ટોક્યોથી પરત ફરી છે. મનુ ભાકરે વચન આપ્યું હતું કે તેણી તેના પ્રથમ ઓલિમ્પિકમાં નિરાશાજનક પ્રદર્શનથી મજબૂત વાપસી કરશે. ૧૯ વર્ષીય શૂટરે કહ્યું કે ભૂતપૂર્વ કોચ જસપાલ રાણા સાથેના વિવાદને કારણે ઓલિમ્પિક માટેની તેની તૈયારીઓ પ્રભાવિત થઈ હતી. રાણાએ તેને ૨૫ મીટર પિસ્તોલ ઇવેન્ટમાંથી તેનું નામ પાછું ખેંચવા કહ્યું હતું.

શૂટરે ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર કહ્યું, “હું ૨૫ મીટર ઈવેન્ટમાં શૂટિંગ ચાલુ રાખીશ.” યુવા ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતા મનુએ કહ્યું, રાણા સાથે નકારાત્મકતા અને તેના વિવાદ સિવાય, કોઈપણ કિંમતે મેડલ જીતવો તેની ઇચ્છા હતી માત્ર પરિસ્થિતિ વધુ ખરાબ કરી.

મનુએ કહ્યું કે તેમને વારંવાર કહેવામાં આવ્યું કે ૨૫ મીટરની ઇવેન્ટમાંથી ખસી જાવ. કારણ કે તેનું ‘સ્તર આમાં એટલું સારું નથી.’ મનુએ મ્યુનિખમાં આઈએસએસએફ વર્લ્ડ કપ દરમિયાન ટોક્યો ઓલિમ્પિકનો આ ક્વોટા હાંસલ કર્યો હતો.
તેણે કહ્યું, ‘હા, નકારાત્મકતા હતી પ કારણ કે મારા માતા-પિતાને પણ આ સમગ્ર મામલામાં સામેલ કરવાની ફરજ પડી હતી. તે નકારાત્મકતાને કારણે જ મને પૂછવામાં આવ્યું કે મારી માતા ભોપાલમાં (પ્રેક્ટિસ અને ટ્રાયલ દરમિયાન) મારી સાથે કેમ છે અને મારા પિતા મારી સાથે કેમ છે? ‘

આ ઉપરાંત, કેટલીક ટેકનીકલી સમસ્યાઓ પણ હતી, જે ભૂતપૂર્વ કોચે ‘હલ કરી ન હતી’. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ વર્ષે માર્ચમાં દિલ્હીમાં આઈએસએસએફ વર્લ્ડ કપ દરમિયાન તેણે રાણાને કોઈ મેસેજ મોકલ્યો ન હતો. આ મેસેજ તેમની માતા દ્વારા મોકલવામાં આવ્યો હતો જે તેમની પુત્રી વિશે “ચિંતિત” હતા.

મનુએ બ્રોન્ઝ મેડલ જીત્યા પછી, રાણાને મેસેજ મળ્યો, ‘અબ તો મિલ ગયી ના તસલ્લી’ રાણા પછી તેની સફેદ ટી-શર્ટની પાછળ આ મેસેજ લખીને કરણી સિંહ શૂટિંગ કોમ્પ્લેક્સ પહોંચ્યા, વિવાદ ખુબ જ વધતા નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ભારતે મજબૂર થઇ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

Other News : ઝહીર ખાને ટી-૨૦ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ જાહેર કરી, શિખર ધવનનો કર્યો સમાવેશ

Related posts

હૈદરાબાદમાં દુષ્કર્મ કેસ : ભારતીય ક્રિકેટરોએ ટિ્‌વટ કરી રોષ ઠાલવ્યો…

Charotar Sandesh

ક્રિકેટમાંથી બ્રેક લઈ વિરાટ કોહલી રજાઓ માળી રહ્યો છે : વાઈરલ થઈ કપલની ‘ક્યુટ તસવીર’

Charotar Sandesh

સાઈના-સિંધૂની મલેશિયા માસ્ટર્સની ક્વાર્ટરફાઈનલમાં આગેકૂચ…

Charotar Sandesh