Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

દસ દિવસીય ગણેશ મહોત્સવનો આનંદભેર પ્રારંભ : આણંદ શહેરમાં ૨૫૦થી વધુ પંડાલોમાં શ્રીજીનું સ્થાપન

ગણેશ મહોત્સવ

શ્રદ્ધાળુઓ, ગણેશ મંડળોએ શુભ મુહૂર્તમાં વિવિધ સ્થળોએ, ઘરોમાં વાજતેગાજતે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી

આણંદ : આણંદ-ખેડા જિલ્લા સહિત ચરોતરમાં દસ દિવસીય ગણેશ મહોત્સવ (ganesh mahotsav) નો આનંદભેર પ્રારંભ થયો છે, બુધવારે બપોરે ચરોતરમાં કેટલાક સ્થળોએ વરસાદી છાંટા થતા ગણેશ ભકતોમાં થોડી ચિંતા પ્રસરી હતી, પરંતુ બાદમાં વાતાવરણ સામાન્ય થતાં સાંજની આરતીમાં ભાવિકજનો ગણેશ ભકિતમાં તરબોળ બન્યા હતા.

બુધવારે અનંત ચૌદસે, શુભ મુહૂર્તમાં વિવિધ સ્થળોએ, ઘરોમાં વાજતેગાજતે ગજાનનની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી. શાસ્ત્રોકત વિધિથી દુંદાળા દેવને બિરાજમાન કરાયા બાદ પૂજા-અર્ચના-આરતી-પ્રસાદ ધરાવાયો હતો. દસ દિવસ સુધી ચરોતર ગણેશમય બની રહેશેનો માહોલ છવાયો છે.

આણંદ શહેરમાં રપ૦થી વધુ અને જિલ્લામાં ર હજારથી વધુ પંડાલોમાં ગણેશ પ્રતિમા (ganesh mahotsav) નું સ્થાપન કરાયું

ચરોતરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા પર્યાવરણ, રાષ્ટ્રપ્રેમ, બાળકોના ગણેશજી, રાજ દરબાર સહિતની જુદી જુદી થીમ સાથે ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે.

Other News : આણંદની નિધી ચૌહાણે થાઈબોક્સિંગમાં ગોલ્ડ જીત્યો

Related posts

આણંદ: વાવાઝોડા બાદ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી : ઠેર-ઠેર પાણી ભરાયા-ભૂવા પડ્યા…

Charotar Sandesh

આણંદ અમૂલ : ૪૦ કરોડની કમાણી થઇ : કોરોના કાળમાં બિઝનેસ ૨% વધ્યો

Charotar Sandesh

આણંદ : નોલેજ હાઇસ્કૂલનું ધો. 12 સાયન્સ માર્ચ-2020નું ઝળહળતુ પરિણામ…

Charotar Sandesh