Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

LCB પોલીસની રેડ : માતર ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા ઝડપાતા ચકચાર…

  • માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 18 પુરૂષ અને 7 મહિલાની અટકાયત, પંચમહાલના એક રિસોર્ટમાં જુગાર રમતાં ઝડપાયા…
  • પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા રિસોર્ટમાં LCBએ અચાનક રેડ કરતા 15 જેટલા નબીરોઓને જુગટું રમતા રંગેહાથ ઝડપી લીધા છે…

નડિયાદ : જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા છે. પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં તેમને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભાજપના માતર બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત ૧૮ પુરૂષો અને ૭ મહિલાને પોલીસે ઝડપ્યા હતા.

મળતી વિગતો અનુસાર પંચમહાલ એલસીબીએ બાતમીના આધારે હાલોલના શિવરાજપુર સ્થિત જીમીરા રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. જેમાં દારૂ સાથે જુગારધામ ઝડપી પાડ્યું હતું. જેમાં એલસીબીએ માતરના ધારાસભ્ય સહિત ૧૮ પુરૂષો અને ૭ મહિલાને ઝડપી પાડી હતી. મહિલાઓમાં ૩ નેપાળી અને બાકીની સ્થાનિક છે. જ્યારે એલસીબીએ દારૂની ૯ બોટલ પણ કબજે કરી છે. પોલીસે ધારાસભ્ય સહિતના ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

તો એવું પણ જાણવા મળ્યું છે કે, રિસોર્ટમાં કસીનો ટાઈપ કોઈનથી યુવતીઓ દ્વારા જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસે હાલ લાખોને મુદ્દામાસ જપ્ત કર્યો છે અને નબીરોઓની ધરપકડ કરી છે. હાલ ઘટના સ્થળે પાવાગઢ પોલીસ સહિત LCBની ટીમ પણ પણ પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

આણંદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમારે રેલી યોજી ફોર્મ ભર્યું

Charotar Sandesh

આણંદમાં વિદ્યા ડેરીથી કોર્ટ તરફના રોડ ઉપર કાંસમાંથી કઢાયેલ ગંદકીનો નિકાલ કરવા માંગ ઉઠી…

Charotar Sandesh

ડાકોર મંદિરના ભોજનાલયનો કોન્ટ્રાક્ટર વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો…

Charotar Sandesh