Charotar Sandesh
Devotional ધર્મ

મહાશિવરાત્રી સ્પેશિયલ ૨૦૨૨ : આ મહાશિવરાત્રીએ કેવી રીતે પ્રાપ્ત કરશો શિવકૃપા ? જાણો

મહાશિવરાત્રી

તો જાણો આ મહાશિવરાત્રીએ મહાદેવજીની કૃપા કેવી રીતે મળશે

• જળ (ગંગાજળ), કે તીર્થજળથી શિવજી ઉપર અભિષેખ કરવામાં આવે તો વરસાદ સારો પ્રાપ્ત થાય છે. (ખેડુતોએ આ ઉપાય કરવો)

• દર્ભ જળથી શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે રોગ-દુઃખથી મુક્ત થવાય છે.
(બીમાર વ્યક્તિઓએ ઉપાય કરવો)

• દહીંથી અભિષેક કરવામાં આવે તો પશુ-પાલનમાં ઉત્કર્ષ મળે છે તથા મકાન સુખ અને વાહન સુખ મળે છે.
(મકાનથી વાહનથી વંચિત વ્યક્તિઓએ આ ઉપાય કરવો)

• મધુપર્કથી યુક્ત જળ બનાવી શિવલિંગ ઉપર અભિષેક કરવાની ધન વૃદ્ધિનું સુખ પ્રાપ્ત થાય છે.
(ધન થી જે દ્રરિદ્ર હોય એણે આ ઉપાય કરવો.)

• તીર્થ-જળ એટલે કે નદીઓનું ઝરણઓનું અને ત્રિવેણી સંગમ થતા હોય તે જળથી શિવ ઉપર અભિષેક કરવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે.

• અત્તરથી અભિષેક કરવામાં આવે તો રોગી રોગ મુક્ત થાય છે

• દૂધથી અભિષેક કરવામાં આવે શિવજી ઉપર તો પુત્ર પ્રાપ્તિ થાય છે.

• વિદ્યાર્થી વર્ગ ને સારી વિદ્યા પ્રાપ્ત કરવી હોય અને ઉત્તમ વિદ્યા-સુખ મેળવવું હોય તો દૂધ અને સાંકર, મિશ્રિત કરી શિવલિંગ ઉપર અભિષેક કરવો. (સદ્‌બુદ્ધિની પ્રાપ્તિ થશે)

• શિવલિંગ ઉપર ઘી થી અભિષેક કરવામાં આવે તો વંશ-વૃદ્ધિ થાય છે. વંશ-વિસ્તાર થાય છે. (વંશ નાશ પામતો નથી)

• સરસિયાનું તેલથી જો શિવ ઉપર અભિષેક કરવામાં આવે તો આપણા ઘરમાં રહેલી નેગેટીવ ઉર્જા નો નાશ થાય છે.
(સારી-ઊર્જા મળે છે)

• આંકડાના ફૂલ, અર્પણ કરવાથી સંસારીક બાધાઓમાંથી મુક્તિ મળે છે.

• શમીના વૃક્ષના પાંદડા ચઢાવવાથી બધા જ દુઃખોમાંથી મુક્તિ મળે છે.

• શિવરાત્રિ એટલે મહા-રાત્રિ છે. અને તે દિવસે ૮ પ્રહરની પૂજા ભગવાનની થાય.

• વિશેષ કરી રાત્રિ પૂજા અને નિશિજા કાળની પૂજાનું મહત્વ છે.

• રાત્રિ જાગરણ કરી ૐ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનું ઘરમાં મંત્રઃ જાગરત થવું જોઈએય આવું કરવાથી પરિવારમાં એકતા આવે છે. સંપની ભાવના પેદા થયા છે. અને મહાદેવજીની પરમકૃપા પ્રાપ્ત થાય છે.

• શુદ્ધ મધ (હની)થી રુદ્રાઅભિષેક કરવાની પાપ-ક્ષય થવાય છે.

• શિવલિંગ ઉપર કાચા અને મોટા દાણા વાળા ચોખા ચઢાવવાથી ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે.

• તિલ (સફેદ તલ – કાળા તલ) ચઢાવવાથી અઘોર પાપો માંથી મુક્ત થવાય છે.

• જવ ચઢાવવાથી લાંબા સમયથી ચાલી રહેલી પરેશાની દૂર થાય છે.

• ઘઉં ચઢાવવાથી સુયોગ્ય પુત્ર પ્રાપ્ત થાય છે.

• શિવલિંગ ઉપર પાણીથી અભિષેક કરશો તો પણ જવશ (તાવ) માંથી મુક્તિ મળશે.

• શેરડીના રસથી અભિષેક કરવામાં આવે તો સંસાર ના બધા જ સુખો પ્રાપ્ત થાય છે.

• ગાયના ઘી થી અભિષેક કરવામાં આવે તો શરીરની દૂર્બળતા દૂર થાય છે.

• વૈદિક રુદ્રા અષ્ટાધ્યાયી, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ માનસ પૂજા, ત્ર્યંમ્બકમ યજામહે મંત્ર, ૐ મૃત્યુંજય મહાદેવ, ૐ નમઃ શિવાય જેવા મંત્રોના જાપ કરવા, સ્તોત્ર સાંભળવા તથા રુદ્રા અષ્ટાધ્યાયી થી અભિષેક કરવો.

• ૧૫ ભૂદેવો (બ્રાહ્મણો)ને બોલાવી જો ૧૨૧ વખત રુદ્ર સૂક્ત બોલી ને કાળા – તલથી રુદ્ર હોમ કરવામાં આવે છે. તો તે તેને શિવનો મહાયજ્ઞ (લઘુરુદ્ર) યજ્ઞ કહેવામાં આવે છે. અને જો તે શિવરાત્રિ કે જીવન માં ક્યારેય પણ જો કરવામાં આવે તો તેને શિવનું પરમ સ્નેહ, વાત્સલ્ય, કૃપા જેવું પરમ-પદ પ્રાપ્ત થાય છે સાથે નવગ્રહની પીડા તથા કુંડળીના તમામ દોષો શાંત થાય છે. તેને શિવ કૃપાથી સઘળું બધું જ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે.

• શિવરાત્રિ સ્પેશ્યલમાં જો શિવની પંચવક્ત્ર પૂજા કરવામાં આવે. તો તેનાથી દૂર્લભ બીજુ કંઈ નથી.

• તેમાં શિવલિંગના શિવજીના પાંચમુખોની પૂજા થાય છે.

• તેમાં બધા જ મુખમાં અલગ-અલગ દેવતાઓ મુદ્રાઓ, ધૂપ, દીપ, અને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરીને પ્રસન્ન કરવામાં આવે છે.

• આ પૂજા વિશેષ કરી રાત્રિકાળમાં શિવરાત્રિના દિવસે કરવામાં આવે તો શિવજી તેની ઉપર કૃપા કરી તેના બધા જ મનોરથ સિદ્ધ કરે છે.

• ૧૦૦૮ કમળ દ્વારા જો શિવનું સહસ્ત્રાર્ચન કરવામાં આવે તો શિવના હૃદયમાં સ્થાન મળે છે.

• બિલિપત્ર દ્વારા જો શિવનું પૂજન કરવામાં આવે તો ત્રણ જન્મના પાપો બળીને ભસ્મ થતા હોય છે.

• ભસ્મ અને ચંદન ના લેપ શિવલિંગ ઉપર કરવામાં આવે તો સાચું જ્ઞાન અને શાંતિ પ્રાપ્ત થઈ જાય છે.

• શિવરાત્રિના દિવસે જો બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા વસ્ત્ર તથા મિઠાઈ અર્પણ કરે છે. તેની ઉપર શિવકૃપા સદાય વરસતી રહે છે.

• બધા જ પ્રકાર પુષ્પો ચઢાવવાથી અને શિવરાત્રીએ શિવમંદિરમાં દીપદાન કરવાથી શિવકૃપાથી તેને અખંડ ઐશ્વર્ય મળે છે. (રાજ-સુખ) રાજયોગ પ્રાપ્ત કરવા માટે આ પ્રયોગ બ્રાહ્મણો જોડે વિધિસર કરવો.

• ઉપરોક્ત જણાવેલ દરેક પ્રયોગો બ્રાહ્મણો જોડે યોગ્ય પરામશ કરીને જ કરવા.

• શ્રદ્ધાથી મોટી કોઈ ખાણ નથી અને વિશ્વાસથી મોટો કોઈ દેવ નથી.

• માટે શ્રદ્ધા + વિશ્વાસ = સાર્થકતા

• દેવોના દેવ મહાદેવની કૃપા દરેક ને પ્રાપ્ત થાઓ.

Related posts

મંદિરમાં શા માટે લગાવવામાં આવે છે ઘંટડી, તેની પાછળ ધાર્મિકની સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે…

Charotar Sandesh

વિશ્વનો ખતરનાક વાયરસ ‘કોરોના’ : જમીનવાલો કા કુછ નહીં ચલતા જબ ફેસલા આસમાન સે હોતા હૈ…

Charotar Sandesh

મહા વદ ચૌદસના દિવસે ઉજવાતી મહાશિવરાત્રિનું ધાર્મિક દૃષ્ટિએ અનેરૂ મહત્વ…

Charotar Sandesh