Charotar Sandesh
ઈન્ડિયા

મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક : રાજીવ ગાંધી ખેલ રત્નનું નામ હવે મેજર ધ્યાન ચંદ એવોર્ડ

મેજર ધ્યાન ચંદ (major dhyan chand)
એવોર્ડ મુક્ત કોંગ્રેસ : લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને હવે તેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નામ આપવામાં આવ્યું છે જય હિન્દઃ મોદી
મેજર ધ્યાન ચંદ (major dhyan chand) ખેલ રત્ન પુરસ્કારથી ભારતીય ખેલાડીઓને સન્માનિત કરાશે
તેમણે સતત ૩ ઓલમ્પિક (૧૯૨૮ એમ્સટર્ડમ, ૧૯૩૨ લોસ એન્જલસ અને ૧૯૩૬ બર્લિન)માં ભારતને હોકીનું સુવર્ણ પદક અપાવ્યું હતું

ન્યુ દિલ્હી : ભારતમાં રમત-ગમત ક્ષેત્રે અપાતા મહત્વના ખેલ રત્ન પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાન ચંદ (major dhyan chand) રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાન ચંદના નામે રાખવામાં આવશે. મોદીએ કહ્યું કે મેજર ધ્યાન ચંદ (major dhyan chand) ના નામે ખેલ રત્ન પુરસ્કાર રાખવા માટે દેશભરમાંથી ઘણાં નાગરિકો રજૂઆત કરી રહ્યા છે. હું તેમના વિચારો અંગે તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમની ભાવનાનું સન્માન કરીને, ખેલ રત્ન પુરસ્કારને મેજર ધ્યાન ચંદ (major dhyan chand) ખેલ રત્ન પુરસ્કાર કહેવામાં આવશે.

હોકીમાં ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશને ગર્વિત કરનારી પળો વચ્ચે અનેક દેશવાસીઓએ એવો આગ્રહ કર્યો છે કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાન ચંદજી (major dhyan chand) ને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને જોતા, તેનું નામ હવે મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધી ૩ ખેલાડીઓએ હોકીમાં ખેલ રત્ન એવોર્ડ મેળવ્યો છે. તેમાં ધનરાજ પિલ્લે (૧૯૯૯/૨૦૦૦), સરદાર સિંહ (૨૦૧૭) અને રાની રામપાલ (૨૦૨૦) નો સમાવેશ થાય છે.

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય રમતમાં સર્વોચ્ચ અવોર્ડ છે. ૧૯૯૧-૯૨માં સરકારે આ પુરસ્કારની શરૂઆત કરી હતી. એ જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર અને ૨૫ લાખ રૂપિયા આપવામાં આવે છે. પ્રથમ ખેલ રત્ન અવોર્ડ પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં ૪૫ લોકોને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં ક્રિકેટર રોહિત શર્મા, પેરાલમ્પિયન હાઇ જમ્પર મરિયપ્પન થંગવેલુ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, કુસ્તીબાજ વિનેશ ફોગાટને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

Other News : ઇડીએ Flipkart વિરુદ્ધ ફેમા હેઠળ ૧૦ હજાર કરોડની શો-કોઝ નોટિસ ફટકારી

Related posts

કોંગ્રેસ સામે ૧૭૦ કરોડના હવાલા કૌભાંડનો આરોપઃ આઇટીએ મોકલી નોટિસ…

Charotar Sandesh

દેશમાં એકાએક કોરોના કેસોમાં ઉછાળો : ૨૪ કલાકમાં ૧૪,૧૯૯ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh

ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિમાં ઘટાડો : કુલ ૨૩ કરોડની સંપતિં…

Charotar Sandesh