Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદ : ૭ ડિસેમ્બરે નૂતન મંદિરમાં મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે મુર્તિપ્રતિષ્ઠાવિધિ યોજાશે

મહંતસ્વામી મહારાજ

પ.પૂ.મહંતસ્વામી મહારાજનું નડિયાદમાં સંતો ભક્તો દ્વારા ભાવભીનું સ્વાગત

તા.૧, ડિસેમ્બર, ૨૦૨૩, શુક્રવારનો દિવસ નડિયાદ સહિત સમગ્ર ચરોતરવાસીઓ માટે આનંદ-ઉત્સવનો દિવસ બની રહ્યો. પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ, શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત નડિયાદના આંગણે શુક્રવારે સાંજે પધાર્યા છે.

નુતન શિખરબદ્ધ મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરીને સૂર્ય–ચંદ્ર રહે ત્યાં સુધી મંદિરની પુણ્યવંતી ભૂમિને ચિરંતન તીર્થત્વ આપવા પધારેલ સૌના પ્રાણ પ્યારા ગુરુહરિના વધામણાં કરવા માટે હજારો હરિભક્તો સ્વામીશ્રીના આગમન વેળાએ પધાર્યા હતા.

“હરિજન ને ઘેર બેઠા તીરથ” જેવો આ પ્રસંગ હોય, આજના દિવસે સ્વામીશ્રીના આગમનના વધામણાં કરવા માટે ખાસ “અક્ષરબ્રહ્મના વધામણાં”ની સન્માન સભા યોજાયેલ હતી. વર્ષોથી જે માંગલિક પ્રસંગની રાહ જોવાતી હતી, તે પ્રસંગની શુભ શરૂઆત આજથી થતી હોય, શહેરના અગ્રણીઓ સહિત સમગ્ર ચરોતરમાં પ્રસરેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોના સંતો, હરિભક્તો શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરૂહરિને વધાવવા માંટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

તા. ૧ થી ૧૫ ડીસેમ્બર એમ સતત પંદર દિવસ સુધી મુર્તિપ્રતિષ્ઠા નિમિતેના વિવિધ કાર્યક્રમો મુજબ નડિયાદ મંદિર ખાતે સ્વામીશ્રીના દર્શન અને સત્સંગનો લાભ મળનાર છે.

Other News : સરકારની તિજોરી ભરાઈ : નવેમ્બરમાં ૨૪ ટકા વધારા સાથે GST કલેક્શન ૧.૬૭ લાખ

Related posts

આખરે આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલ માટે નવી જગ્યા ફાળવાઈ : રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય, જુઓ

Charotar Sandesh

MGVCLની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ સામાન્ય વરસાદમાં જ ખુલી : વીજળી ગૂલ થયાની ફરિયાદો થઈ

Charotar Sandesh

કોંગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત

Charotar Sandesh