Charotar Sandesh
બોલિવૂડ

સંઘર્ષ વિના કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી : અભિનેતા અભિષેક બચ્ચન

અભિનેતા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan)

મુંબઈ : અભિનેતા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) તેમના પુત્ર અભિષેક પર પ્રેમ વરસાવતા અભિષેકના ઇન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે ટ્‌વીટ કરીને લખ્યુ કે, સંઘર્ષ વિના કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી. મને તારા સંઘર્ષ પર ગર્વ છે. હું તારી સિદ્ધિથી ખૂબ જ ખુશ છું. હું આશા રાખું છું કે તારા દાદાજીના શબ્દો અને પ્રાર્થનાઓ અમારી સાથે અને આવનારી પેઢીઓ સાથે પણ રહે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક છેલ્લે Bob Biswas માં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં દસવીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક રાજનેતાના રોલમાં જોવા મળશે.

અભિષેક બચ્ચને (Amitabh Bachchan) ફિલ્મ રેફ્યુજીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું

આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર લીડ રોલમાં જોવા મળી હતી. બંનેએ પોતાની બોલિવૂડ કરિયરની શરૂઆત સાથે કરી હતી. અભિષેકને તેની અસલી ઓળખ ફિલ્મ ધૂમથી મળી હતી.

આ પછી તે ગુરુ, હાઉસફુલ ૪, પા, બોલ બચ્ચન જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો. લાંબા વિરામ બાદ અભિષેકે અનુરાગ કશ્યપની મનમર્ઝિયા સાથે ફરી વાપસી કરી હતી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. અભિષેક બચ્ચને (Amitabh Bachchan) જુના દિવસોને યાદ કરતા જણાવ્યુ છે કે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર હોવા છતાં તેને ફિલ્મ મળવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. વધુમાં અભિષેકે કહ્યું કે, મારી ૨૧ વર્ષની સફરમાં મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે.

અભિનેતા અભિષેક બચ્ચને કહ્યું હતું કે, તેમને તેમની પહેલી ફિલ્મ મળતા ૨ વર્ષ લાગ્યા હતા. ઘણા લોકોને લાગે છે કે, મહાનાયક બચ્ચનનો પુત્ર હોવાને કારણે લોકો લાઈન લગાવીને ઉભા હતા, પણ ખરેખર એવું ન હતું. મેં કામની શરૂઆત કરતા પહેલા દરેક ડિરેક્ટર સાથે વાત કરી હતી અને તેમણે મારી સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો હતો.

Other News : અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ૮૩નું ૨૨ ડિસેમ્બરે ભવ્ય પ્રીમિયર થવા જઈ રહ્યું છે

Related posts

રાજન શાહીનો શો ‘અનુપમા’ ઘણા સમયથી ટીઆરપીમાં નંબર વન

Charotar Sandesh

લતા મંગેશકરે રૂ. સાત લાખ મુખ્ય પ્રધાન રાહત ફંડમાં દાન કર્યા…

Charotar Sandesh

બોબી દેઓલની પત્ની બિઝનેસથી કમાય છે કરોડો રૂપિયા, જીવે છે શાનદાર લાઈફ…

Charotar Sandesh