Charotar Sandesh
ગુજરાત

કોરોનામાં ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં સમજશક્તિ અને શિસ્તમાં ઘટાડો નોંધાયો

ઓનલાઈન શિક્ષણ

ભાવનગર : કોરોનામાં માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમાં હતા અને હવે વર્ગખંડમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે ત્યારે બે માસ દરમિયાન આ વિદ્યાર્થીઓમાં સમજણશક્તિ ઘટી છે સાથે શિસ્ત પણ ઓછી થઇ ગઇ છે.

વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે સર અને રૂચિ પણ ઘટી ગયા છે. જે ચિંતાજનક બાબત છે. વિદ્યાર્થીઓમાં ૭૫ ટકા જેટલા વિદ્યાર્થીઓમાં વર્ગખંડમાં એકાગ્રતા ઘટી છે. ચાલુ લેક્ચરમાં વિદ્યાર્થીઓ એકધારા બેસી શકતા નથી.

૯૦ ટકા જેટલા વિદ્યાર્થીઓનું મોબાઇલ સાથેનું જોડાણ વ્યસન કહેવાય તે હદે થઇ ગયું છે

અંદાજિત ૭૦ ટકા બાળકોની લખવાની ક્ષમતા ઘટી છે. કેટલાક તો લખવાનું ભુલી ગયા છે. ૪૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ જે અગાઉ નિયમિત હોમવર્ક લાવતા તે હવે ગૃહકાર્ય લાવતા નથી. કેટલાક વિદ્યાર્થી અતડા થઇ ગયા છે તેમ શિક્ષણવિદ મનહરભાઇ રાઠોડે જણાવ્યું હતુ.ગણિત જેવા વિષયમાં કાચા થયા છે. ૩૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ આપેલી સૂચનાઓનું પાલન કરતા નથી. જેથી શાળાઓમાં શિસ્તના પ્રશ્નો ઉભા થયા છે. જે અગાઉ ન હતા. વિડીયો ગેમના વ્યસનને લીધે બાળકો હિંસક થયા છે. વધુ તોફાની થયા છે.

માનસિકતા પણ વિપરિત અસર પડી છે. ધો-૯ બાળકો પર ખુબજ વિપરીત અસરો જોવા મળી છે. ૪૦ % બાળકો જ માનસિક રીતે શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા રહે છે. બાકીના બાળકો પૈકી કેટલાય બાળકોએ અભ્યાસ પણ છોડીને કોઈને કોઈ વ્યવસાયમાં જોડાઇ ગયા છે . શાળાએ આવતા બાળકો પૈકી કેટલાક બાળકોમાં શિસ્તના પ્રશ્નો પણ જોવા મળે છે. ઇવન તેને વાળ , નખ ,યુનિફોર્મ અંગેની સૂચના અવારનવાર આપવી પડે છે . એમને આપવામાં આવતા ગૃહકાર્યમાં પણ તેઓને સુચનાઓનું પુનરાવર્તન સતત કરાવવું પડે છે.
શાળાઓની પ્રણાલીમાં બેસતા એમને હજુ ઘણો સમય લાગશે.

ઘેરથી આપેલું હોમવૉર્ક પણ ૮૦% બાળકો જ લાવે છે.લખવાની પ્રેક્ટિસ પણ જતી રહી છે તેમને ફરી અક્ષર સુધારણા અને ગુણવત્તા સુધારણા તેમજ દરેક વિષયોનું પ્રાથમિક કાર્ય નવેસરથી કરવું જ રહ્યું.વાલીઓ આ બધું ઈચ્છે જ છે પણ તેઓ સમય ફાળવી નથી શકતા તેમ શિક્ષણવીદ તરૂણભાઇ વ્યાસે જણાવ્યું હતુ.

Other News : યુપીમાં છઠ્ઠા તબક્કાનું મતદાન : સીએમ યોગી આદિત્યનાથે પહેલો વોટ આપ્યો : ચુંટણીમાં હુમલાની ઘટના

Related posts

11 ઓગસ્ટ સુધીમાં ગુજરાત ભાજપ 50 લાખ નવા સભ્યો બનાવાનો લક્ષ્યાંક…

Charotar Sandesh

ગુજરાતમાં એલઆરડી ભરતીની જાહેરાત બાદ ૧૧ લાખ ૭૫ હજાર લોકોની અરજી, જુઓ વિગત

Charotar Sandesh

ઇતિહાસમાં પ્રથમવાર વિજ્ઞાનપ્રવાહનું ૧૦૦ % પરિણામ જાહેર

Charotar Sandesh