Charotar Sandesh
Devotional festivals ધર્મ ધર્મ ભક્તિ

દિવાળીમાં દરેક વાત માટે પ્લાનિંગ કરો અને ઈચ્છા મુજબનો ભરપૂર આનદ મેળવો

દિવાળી

દિવાળી અનેરો ઉત્સાહ અને ઉમગનો તહેવાર છે. આ એક એવો તહેવાર છે જે બાળકોથી માડીને વડીલોનો પ્રિય છે. દિવાળીમા આપણે ઘણુ બધુ કરવા માગીએ છીએ પણ ઘણીવાર એવુ બને છે કે આપણે દરેક વસ્તુ કરી શકતા નથી. તમે જો દિવાળીમા દરેક વાત માટે પ્લાનિંગ કરો તો તમારી કોઈ ઈચ્છા અધૂરી ન રહે અને તમે દિવાળીનો ભરપૂર આનદ માણી શકો.

દિવાળીમા કેટલીક વાતો પ્રત્યે ધ્યાન રાખીએ તો દિવાળીનો આનંદ વધી જાય…
– આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીમા ઘરની સાફ-સફાઈ અને સજાવટ થવી જ જોઈએ. તેથી દિવાળીની વાનગીઓ બનાવવાના અઠવાડિયા પહેલા ઘરની સાફ સફાઈ કરી દેવાથી એકદમ થાક નથી લાગતો.
– દિવાળીમા આપણે ઘરને વિશેષ સજાવીએ છીએ. ઘણા લોકો છેવટ સુધી ઘરને શણગારતા રહે છે. અગાઉથી પ્લાનિંગ કરી ઘરના બધા લોકો જુદા જુદા રૂમના શણગારમા લાગી જાય તો ઘર સુદર અને સમયસર સજાવી શકશો.
– જો પતિ-પત્ની બને સર્વિસ કરતા હોય તો સ્વભાવિક છે કે દિવાળી પછી રોજ મહેમાનોનુ સ્વાગત કરવાનો તમારી પાસે વધુ સમય ન હોય. આવી પરિસ્થિતિમા એક દિવસ એવો રાખો કે તમે બનેના ઓફિસના મિત્રોને તમારા ઘરે આમત્રિત કરો, અને એક નાનકડી દિવાળી પાર્ટીનુ આયોજન ગોઠવી દો.
– જેટલા પણ મિત્રો અને સબધીઓ હોય તેનુ દિવાળી પહેલા જ એક લિસ્ટ બનાવો, જેમા તેમના નામ સામે તેમનો ફોન નબર અને ઈમેલ આઈડી લખી રાખો. એક દિવસ રાત્રે સમય કાઢી બધાને મેલ અથવા એસએમએસ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ પાઠવી દો. આવુ કરવાથી દિવાળીની શુભેચ્છા આપવામા કોઈને ભૂલી નહી શકો અને બધાના દિલ જીતી લેશો.
– દિવાળી આનદ અને મોજ-મસ્તીનો દિવસ છે. જો આપણને આટલો ઉલ્લાસ હોય તો બાળકોના મનની તો વાત જ શુ કરવી. બાળકો માટે દિવાળી એટલે મીઠાઈઓ ખાવી અને ફટાકડા ફોડવા. અતિઉત્સાહમા ક્યારેક બાળકો ફટાકડા સાથે મસ્તી કરી બેસે છે. તેથી બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે એક મોટી વ્યક્તિએ તેમની પાસે ફરજીયાત ઉભા રહેવુ જેથી ફટાકડા ફોડતી વખતે થતી દુર્ઘટનાઓથી બચી શકાય.
– દરેકના મનમા ખાસ કરીને ગૃઃહિણીની ઈચ્છા દિવાળી સમયે ઘરમા કઈક નવીનીકરણ કરાવવાની કે ઘરમા કઈક નવુ લાવવાની હોય છે. પરતુ દિવાળી સમયે દરેકના નવા કપડા, ઘરનુ પેંટીંગ, મીઠાઈઓ, ફટાકડા વગેરેનો ખર્ચ એટલો હોય છે કે કા તો એમની ઈચ્છા પૂરી નથી થતી કે પછી તેઓ હપ્તાથી વસ્તુઓ ખરીદે છે. મોધવારીના જમાનામા આ હપ્તા વધુ મોધા પડી જાય છે. આવુ ન થાય તે માટે જો આપણે વર્ષ દરમિયાન દરેક મહિને ૫૦૦-૧૦૦૦ રૂપિયા બચાવતા જઈએ અને આ જ પૈસાથી દિવાળીમા કઈક ખરીદીએ તો તમને એ વસ્તુ ખરીદવાનો અનેરો આનદ મળશે. તો પછી આવો ઉજવીએ સપૂર્ણ હર્ષોલ્લાસથી ખુશીઓથી ભરપૂર દિવાળી.

Other Article : धनतेरस के दिन या नरक चतुर्दशी के दिन यम-दीपदान जरूर करना चाहिए

Related posts

मृत्युञ्जय-यज्ञ का महत्त्व : विद्वानोंने मृत्युञ्जय यज्ञ का विधान किया है ।

Charotar Sandesh

શ્રાવણ સત્સંગ : પાવન પવિત્ર શ્રાવણ માસ ઓમ નમઃ શિવાય…

Charotar Sandesh

‘૫ સપ્ટેમ્બર’ : શિક્ષકની કૂખમાંથી રાષ્ટ્રનું નિર્માણ કરનાર રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન…

Charotar Sandesh