Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાને સ્વચ્છ ભારત મિશન ૨ અને અમૃત યોજના ૨.૦ કરી લોન્ચ

સ્વચ્છ ભારત મિશન ૨

દેશમાં ગંદકી સાફ કરનારા લોકો મહાનાયક : વડાપ્રધાન મોદી

સ્વચ્છતા જીવનશૈલી છે, સ્વચ્છતા જીવન મંત્ર છે, નાના બાળકો પણ સ્વચ્છતા મુદ્દે વડીલોને ટોકી રહ્યા છે કે ગંદકી ન કરો, બાબા સાહેબ, અમાનતા દૂર કરવાનું મોટું માધ્યમ શહેરી વિકાસને માનતા હતા

વૈજ્ઞાનિક આધાર પર થશે કચરાનો નિકાલ, હવે ચૉકલેટનું રૅપર રસ્તા પર નહીં ખિસ્સામાં મૂકાય છે

ન્યુ દિલ્હી : પીએમ મોદીએ સ્વચ્છ ભારત મિશન શહેરી અને અમૃત યોજનાના બીજા તબક્કાનું લૉન્ચિંગ કર્યુ છે.દિલ્હી સ્થિત આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજનાઓના બીજા તબક્કાનું લૉન્ચિંગ કરતા કહ્યુ કે અમારો અર્થ દરેક શહેરને કચરા મુક્ત કરવાનો છે.

પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં દરરોજ લાખો ટન કચરો ભેગો થાય છે. શહેરોમાં કચરાના પહાડ ઉભા થઇ ગયા છે, તેમણે કહ્યુ કે આ કચરાની પ્રોસેસિંગ કરવામાં આવશે અને શહેરોની આસપાસ કચરાના પહાડને પુરી રીતે ખતમ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યુ કે આ સિવાય અમારો અર્થ જગ્યા પર જળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. પીએમ મોદીએ કહ્યુ કે સ્વચ્છ ભારત મિશન અને શહેરી વિકાસ માટે બનેલી અમૃત યોજનાનો અર્થ એ છે કે તમામ શહેર કચરાથી મુક્ત રહે અને જળની પુરતી ઉપલબ્ધતા રહે. આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.

આ પ્રસંગે પીએમ મોદીએ બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહ્યુ કે સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબા સાહેબના સપનોને પૂરા કરવાની દિશામાં પણ એક મહત્વનું પગલુ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચોકલેટના રેપર હવે રસ્તા પર નહીં ખિસ્સામાં મુકાય છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સફાઈકર્મીઓને અભિયાનના મહાનાયક કહ્યા છે. તેમણે કહ્યું કે, આપણા સફાઈ મિત્ર, દરરોજ ઝાડૂ ઉઠાવીને રસ્તાઓ પર સફાઈ કરનારા આપણા ભાઈ-બહેન, કચરાની દુર્ગંધને સહન કરતાં કચરો સાફ કરનારા આપણા સાથી, સાચા અર્થમાં આ અભિયાનના મહાનાયક છે. કોરોનાના કઠિન સમયમાં તેમના યોગદાનને દેશે નજીકથી જોયું છે.
બાબા સાહેબ અસમાનતા દૂર કરવાનો ઘણો મોટો માધ્યમ શહેરી વિકાસને માનતા હતા.

Other News : સરકાર આનંદો : સપ્ટેમ્બર જીએસટી કલેક્શન રેકોર્ડ ૧.૧૭ લાખ કરોડને પાર

Related posts

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૭૨ કલાકમાં ૧૨ આતંકીઓને મોતના ઘાટ ઉતાર્યા…

Charotar Sandesh

વંદે ભારત મિશન : એર ઈન્ડિયા અમેરિકા માટે શરૂ કરશે ૩૬ ફ્લાઇટ…

Charotar Sandesh

તેલંગાણામાં ટીડીપીને ઝટકો : ૬૦ નેતાઓ ભાજપમાં જોડાયા

Charotar Sandesh