ખેડા જિલ્લા પોલીસ સત્તાવાર આપી માહિતી : આ સાથે Social Media માં સતર્ક રહેવા અપીલ કરી
ખેડા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
ખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના નશાયુક્ત Syrup પીવાથી યુવાનોના મોત નિપજતા રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ ઘટના બાદ Police Department સહિત Health Department પણ દોડતું થયું છે.
હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ઝેરિલી સિરપએ વધુ એકનો ભોગ લીધા છે, ત્યારે અત્યાર સુધી મૃત્યુઆંક ૬ એ પહોંચ્યો છે, આ સીરપ કાંડ બાદ રાજ્યની પોલીસ સફાળી જાગી હતી. રાજ્યના અનેક શહેરોમાં પોલીસ દ્ધારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ ઘટના બાદ નડિયાદમાં ઝેરીલા સિરપ કાંડની તપાસ માટે DYSP વી.આર.વાજપાઈની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે, આ SITમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI, SOG પીઆઈ સહિત ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.
Other News : વિકસિત ભારત સંકલ્પ યાત્રા આણંદ જિલ્લાના ૮ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રથ પરિભ્રમણ કરશે