Charotar Sandesh
ગુજરાત

ફરજ પરના પોલીસ કર્મીઓ યુનિફોર્મ કે નેમ પ્લેટ વિના નહીં ફરી શકે : હાઈકોર્ટમાં સુનાવણી

પોલીસ કર્મીઓ

અમદાવાદમાં તોડકાંડ મામલે પોલીસકર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા

અમદાવાદમાં થયેલ તોડકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને કરેલા તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને ૬૦ હજાર રૃપિયાનો તોડ કર્યો હોવાનું સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર્યુ છે.

સરકારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું છે કે, આ પોલીસ કર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા છે. ઓગણજ ટોલ બુથના સીસીટીવીમાં પુરાવા મળ્યા છે. જેથી ૨ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારે જણાવેલ છે કે, ફરજ પરના પોલીસ કર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહીં, રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ કર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઇકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી છે. આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. જાહેર પરિવહનના વાહનમાં હેલ્પલાઈન નંબર ડિસ્પ્લે થવા જોઈએ. હેલ્પલાઈન નંબર મુસાફરોને યોગ્ય રીતે દેખાવવા જોઈએ. નાગરિકોના અધિકારોનું હનન થતા સરકારે વળતર ચૂકવવું જોઈએ.

અમદાવાદમાં પોલીસ તોડકાંડમાં હાઇકોર્ટે કડક આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, પોલીસ કોસ્ટેબલ કે કર્મચારીએ ફરજ દરમિયાન વર્દી પહેરવી ફરજિયાત છે. પોલીસ કર્મચારી વર્દી સાથે જ ફરજ સ્થળે હોવા જોઇએ. આ સાથે જ પોલીસ કર્મીએ વર્દી સાથે નેમ પ્લેટ પણ રાખવી ફરજિયાત છે.

Other News : આણંદ જિલ્લામાં  ૫.૩૮ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરાયા : જાણો તે યોજનાના લાભો

Related posts

આંગણવાડીમાં મધ્યાહન ભોજન અને નાસ્તો ગુણવત્તા વગરનો, સુખડીમાં ઘીનો અભાવ…

Charotar Sandesh

ગુજરાત પોલીસના ગ્રેડ-પે આંદોલનની આગ રાજ્યભરમાં પ્રસરી

Charotar Sandesh

વિદેશમાં ફેલાયેલ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્‌સનાં ભાડાં ત્રણ ગણા વધ્યાં

Charotar Sandesh