Charotar Sandesh
બોલિવૂડ

પોર્નોગ્રાફી કેસઃ ગેહના વશિષ્ઠે કહ્યું, મને કોઈ ઓફિશિયલ સમન મોકલવમાં આવ્યું નથી

રાજ કુંદ્રા

મુંબઈ : રાજ કુંદ્રાના જુહૂવાળા બંગલા અને અમુક ઓફિસમાં દરોડા પછી હવે મુંબઈ પોલીસે પોર્ન ફિલ્મ બનાવનારા ત્રણ લોકોની પૂછપરછ માટે સમન મોકલ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું, ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને સમન મોકલ્યા છે. તેઓ રવિવારે હાજર થઈ શકે છે.

આ દરમિયાન ગેહનાનું સ્ટેટમેન્ટ આવ્યું, હું પોલીસેને પોર્ન ઇન્ડસ્ટ્રી સાતેહ જોડાયેલા બધાના નામ કહેવા તૈયાર છું. આની પહેલાં ગેહનાએ રાજ કુંદ્રાનો પક્ષ લાઈન કહ્યું હતું, મને કોઈ પણ પ્રકારની પોર્ન ફિલ્મ શૂટ કરવા માટે મજબૂર કરવામાં આવી નથી. પૂનમ પાંડે અને શર્લિન ચોપરા ખોટું બોલી રહ્યા છે.

ગેહનાએ કહ્યું, મને કાલે રાતે મેસેજ આવ્યો હતો પરંતુ મને કોઈ ઓફિશિયલ સમન મોકલવમાં આવ્યું નથી. હું મુંબઈમાં નથી અને ઈમર્જન્સીમાં ટિકિટ બુક કરાવવી શક્ય નથી. કોવિડ ૧૯ પ્રોટોકોલને લીધે ઇ્ઁઝ્રઇ ટેસ્ટ પણ જરૂરી છે. મારા બેંક અકાઉન્ટ ફ્રીઝ કર્યા છે અને આથી જ મારે મુંબઈ આવવા માટે કઈક સગવડતા કરવી પડશે. હું ક્રાઈમ બ્રાંચને ચોક્કસ મળીશ અને તેમના બધા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું.

રાજ કુંદ્રાની પોર્ન કન્ટેન્ટવાળી એપનાં ઘણા પ્રોજેક્ટમાં કામ કરી ચૂકેલી ગેહના વશિષ્ઠે શિલ્પા શેટ્ટીને સપોર્ટ કર્યો હતો . શિલ્પાએ હાલમાં જ તેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું છે તેમાં તેણે કહ્યું કે, રાજની હોટશોટ એપ પર પોર્ન કન્ટેન્ટ નહીં પણ બોલ્ડ અને ઈરોટિક કન્ટેન્ટ દેખાડવામાં આવે છે. ગેહનાએ શિલ્પાના આ જ સ્ટેટમેન્ટનું સમર્થન કર્યું છે.

ગેહનાએ કહ્યું, શિલ્પા સાચું બોલી રહી છે. હોટશોટ એપ પર એવું કોઈ કન્ટેન્ટ નથી જેને તમે પોર્નોગ્રાફી કહી શકો. મને ખબર છે ત્યાં સુધી શિલ્પાને હોટશોટ વિશે કઈ ખબર નથી. હોટશોટે ક્યારેય પોર્ન ફિલ્મ બનાવી નથી. એપ પર બધી ફિલ્મો બોલ્ડ, ઈરોટિક અને હોટ ફિલ્મ છે પરંતુ કોઈ પણ પોર્ન ફિલ્મ નથી.

You May Also Like : ટિસ્કા ચોપડાએ મીરાબાઈ ચાનૂને શુભેચ્છાઓ પાઠવવામાં ખોટી તસવીર સાથે ટ્‌વીટ કરી

Related posts

બોલિવુડના આ સિંગરે ખરીદી 10 કરોડની કાર, ફેમિલી સાથે કર્યો ફોટો શેર

Charotar Sandesh

નીકિતા હત્યા કેસઃ કંગના રનૌતે ફરી બોલિવૂડ પર ઠાલવ્યો ગુસ્સો

Charotar Sandesh

સોનાક્ષી સિન્હા અને કિંગ ખાને કોરોના સંકટમાં મદદ સાથે કરી અન્યોને મદદ કરવાની અપીલ…

Charotar Sandesh