Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

સવા૨ના ૭ કલાક પહેલાં અને રાત્રિના આ સમય બાદ કોચીંગ-ટયુશન કલાસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ

કોચીંગ-ટયુશન

આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ/ટયુશન કલાસના સંચાલકો જોગ

સવા૨ના ૦૭-૦૦ કલાક પહેલાં અને રાતના ૦૮-૦૦ કલાક પછીના સમય માટે કોચીંગ/ટયુશન કલાસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ

આણંદ : જિલ્લામાં આવેલ કોચીંગ તથા ટયુશન કલાસીસમાં જતી વિધાર્થીનીઓ શાંતિપુર્વક અને નિર્ભય થઈને ટ્યુશન કલાસીસ કે કોચીંગ કલાસમાં જઈ શકે તેમજ હરીફરી શકે તેમજ કેટલાક અનિષ્ટ તત્વો ટયુશન કલાસીસ કે કોચીંગ કલાસના કામે એકલી જતી છાત્રા – મહિલાઓનો પીછો કરી તેમના ઉપર હુમલો કરતાં હોય, તેવા ગંભીર બનાવો બનતા અટકાવવા માટે જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવારના ૦૭-૦૦ વાગ્યાથી પહેલાં અને રાતે ૦૮-૦૦ પછી ચાલુ ન ૨હે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર. એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લામાં આવેલ તમામ કોચીંગ કલાસ તથા ટયુશન કલાસીસ સવા૨ના ૦૭-૦૦ કલાક પહેલાં અને રાતના ૦૮-૦૦ કલાક પછીના સમય માટે ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ હુકમ તા.૧૩/૦૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.

Other News : આણંદ જિલ્લાની સ્કૂલો-કોલેજો-ટયુશન કલાસીસની આસપાસના ૫૦ મીટરમા કારણ વગર ઉભા રહેવા કે બેસવા પર પ્રતિબંધ

Related posts

વિદ્યાનગર પાલિકા અને વ્હેરા ગ્રામ પંચાયતનાં સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો….

Charotar Sandesh

આણંદ અને બોરસદ તાલુકાનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો…

Charotar Sandesh

કેનેડામાં અભ્યાસ કરવા ગયેલ ત્રણ ગુજરાતી વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં મોત…

Charotar Sandesh