Charotar Sandesh
ઈન્ડિયા ટ્રેન્ડીંગ સ્પોર્ટ્સ

ગોલ્ડ જીતનારા નીરજ ચોપડા પર ઈનામોનો વરસાદ : જુઓ કોણે-કોણે કરી કરોડોની જાહેરાત

નીરજ ચોપડા (Neeraj Chopra)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઐતિહાસિક જીતના અભિનંદન આપ્યા

3 કલાકની અંદર નીરજને 13.75 કરોડ કેશ આપવાની જાહેરાત

ન્યુ દિલ્હી : ઓલમ્પિક રમતોમાં આ ભારતનો ૧૩ વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડા (Neeraj Chopra) પહેલાં બીજિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં ૮ ગોલ્ડ મેડલ જીત્યા છે.

  • હરિયાણા સરકારે ૬ કરોડ રૂપિયા તેમજ ક્લાસ-વન જોબ, પ્લોટ
  • રેલ્વે એ ૩ કરોડ રૂપિયા
  • પંજાબ સરકારે ર કરોડ રૂપિયા
  • મણિપુર સરકારે ૧ કરોડ રૂપિયા
  • બીસીસીઆઈ એ ૧ કરોડ રૂપિયા
  • આઈઓએ એ ૭૫ લાખ રૂપિયાની જાહેરાત કરી
  • મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ XUV700 ની ભેટ આપવાનું વચન આપ્યું

નોંધનીય છે કે, ભારતીય જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા (Neeraj Chopra) એ ઇતિહાસ રચી દીધો છે. તેમણે ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. નીરજ ચોપડા (Neeraj Chopra) ના ભાલાએ ૮૭.૫૮ મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પર કબજો કરી લીધો. ભારતને ઓલમ્પિકમાં લાંબા સમય બાદ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજના ઉપર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે.

આ સાથે જુનાગઢ ગીરનાર રોપ-વે પણ એક મોટી જાહેરાત કરી છે, નીરજ નામના કોઇ પણ વ્યક્તી ૨૦ ઓગસ્ટ સુધી રોપ – વે મા ફ્રી માં મુસાફરી કરી ગીરનાર તીર્થ ક્ષેત્રના ધાર્મીક સ્થાનોના દર્શન કરી અને રોપ – વેનો આનંદ માણી શકે છે. આજે ઉષા બ્રેકો કંપની ગીરનાર રોંપ – વે નું સંચાલન કરે છે, ત્યારે દેશ નું ગોરવ વધારનાર નીરજ ચોપરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related News : અભિનંદન : ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ : ૧૩ વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ

Related posts

કેન વિલિયમ્સ ભારત વિરુદ્ધ ઈન્જેક્શન લઈને રમ્યો હતો, લીધો મોટો નિર્ણય…

Charotar Sandesh

ભારત વધુ એક ઇતિહાસ રચવા સજ્જ : બપોરે ચંદ્રયાન-રનું લોન્ચીંગ : કાઉન્ડડાઉન શરૂ…

Charotar Sandesh

લંડનમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો ભાગેડુ વિજય માલ્યા…!

Charotar Sandesh