Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

યાત્રાધામ ડાકોરમાં પોલીસ બંદોબસ્ત હેઠળ રથયાત્રા યોજાશે, પરંતુ ભક્તોને નો એન્ટ્રી

યાત્રાધામ ડાકોર

મંદીર તરફ આવતા તમામ રસ્તાઓ તથા રથયાત્રા રૂટ ઉપર તા. ૧૧/૦૭/૨૦૨૧ના સમય ૬.૦૦ થી ૧૩.૦૦ સુધી કર્ફ્યર્ુ જાહેર કરેલ હોય કોઈએ પણ રસ્તા ઉપર આવવું નહીં

ખેડા : જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં સોમવારે ૨૪૯મી રથયાત્રા નીકળનાર છે. ત્યારે પોલીસ દ્વારા સધન બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. આ સાથે મંદિર પ્રશાસન દ્વારા પણ રથયાત્રાને લઈને તૈયારીઓ આટોપી લેવાઈ છે.

યાત્રાધામ ડાકોરના ઈતિહાસમાં પહેલી વાર ભક્તો વિના રથયાત્રા નગરચર્યા માટે નીકળનાર છે

યાત્રાધામ ડાકોરના ઈતિહાસમાં પહેલી વાર ભક્તો વિના રથયાત્રા નગરચર્યા માટે નીકળનાર છે. વિવિધ ભજન મંડળીઓ અખાડા સહિતના મોટા કાર્યક્રમો રદ કરાયા છે. સવારે ૮ઃ૩૦ની આસપાસ નીકળનાર આ રથયાત્રા નક્કી કરેલ રૂટ પર ફરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે નક્કી કરેલા રૂટ પર કર્ફ્યૂ રહેશે અને રૂટ પરની તમામ દુકાનો બંધ રહેશે. નગરજનો ઘરની પ્રીમાઈસીસમાંથી જ રથયાત્રાના દર્શન કરી શકશે.

રથયાત્રામાં જોડાનાર સેવકોએ સરકારની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરવું પડશે

આ રથયાત્રાના સમયમાં ફેરફાર કરાયો છે. ગઈકાલે મળેલી બેઠકમાં સવારે ૮ઃ૩૦થી બપોરના ૨ વાગ્યા સુધી રથયાત્રાનો સમય રાખવામાં આવ્યો હતો. પરંતુ અમુક નબળા પાસા સામે આવતા ફરી મિટિંગ કરીને સમય બદલવામાં આવ્યો છે. નવા સમય પ્રમાણે સવારે ૮ઃ૩૦ની આસપાસ મંદિરથી રથયાત્રા નીકળશે અને ૧૧ઃ૩૦ સુધી સુધી સમગ્ર રૂટ પતાવીને ડાકોર મંદિરમાં રથયાત્રા પરત ફરશે. જે ચાર જગ્યા પર ઠાકોરજીને બિરાજમાન કરાવવાના હતા તે પણ રદ કરાયા છે.

Related News : આણંદમાં ૧૭મી રથયાત્રાના રૂટ સમયમાં ફેરફાર કરાયો : તૈયારીઓ પૂર્ણ

Related posts

રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના

Charotar Sandesh

સેવાધામ ગોકુલ ધામ ખાતે વૃધ્ધોને વોકીંગ સ્ટીક અર્પણ કરાઈ એન.આર.આઈ દાતાઓનું સરાહનિય કાર્ય

Charotar Sandesh

નડિયાદમાં કોરોનાને કેર વધતા રેપિડ ટેસ્ટ માટે લોકોની લાંબી લાઇનો લાગી…

Charotar Sandesh