છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૨૮૯ લોકોનાં મોત થયાં છે, જ્યારે જાપાનમાં કોરોનાથી ૩૩૯ લોકોનાં મોત થયાં છે, બ્રાઝિલમાં ૧૬૫ લોકોનાં મોત થયાં છે
બીજીંગ : કોરોના (covid-19)એ ફરી માથું ઉચક્યું છે, ત્યારે ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. લંડન સ્થિત ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીનું કહેવું છે કે ચીનમાં દરરોજ ૧૦ લાખ કોરોના દર્દીઓ નોંધાઈ રહ્યા છે, અને ૨૪ કલાકમાં ૫ હજાર મોત થયા છે.
ચાઈનામાં ચાલુ ક્લાસે બાળકોને બાટલા ચડાવાઈ રહ્યા છે, સ્મશાનમાં ૨૦ દિવસનું વેઇટિંગ
જો આવી જ સ્થિતિ રહેશે તો જાન્યુઆરીમાં દૈનિક કેસ વધીને ૩૭ લાખ પર પહોંચી જશે, જ્યારે માર્ચમાં આ આંકડો ૪૨ લાખ હશે
એક વીડિયોમાં એવું દેખાઈ રહ્યું છે કે ક્લાસમાં અભ્યાસ કરતી વખતે પણ બાળકોને બોટલ ચઢાવાઈ રહ્યા છે, કારણ કે તેમને સંક્રમણ લાગ્યું છે, જ્યારે અન્ય એક વીડિયોમાં સ્મશાનગૃહમાં લાંબી કતારો લાગી છે, અંતિમ સંસ્કાર માટે ૨૦ દિવસનું વેઈટિંગ છે.
દુનિયામાં કોરોના (covid-19)ના છેલ્લા ૨૪ કલાકમાં ૪.૯૨ લાખ કેસ નોંધાયા અને ૧૩૭૪ લોકોનાં મોત થયેલ છે. જાપાનમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૧.૮૪ લાખ કેસ, જ્યારે અમેરિકામાં ૪૩૨૬૩, દક્ષિણ કોરિયામાં ૭૫૭૪૪ કેસ, ફ્રાન્સમાં ૪૯૫૧૭, બ્રાઝિલમાં ૪૩૩૯૨ મળી આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકામાં ૨૮૯ લોકોનાં મોત થયાં છે, જ્યારે જાપાનમાં કોરોના (covid-19)થી ૩૩૯ લોકોનાં મોત થયાં છે, બ્રાઝિલમાં ૧૬૫ લોકોનાં મોત થયાં છે.
Other News : નાવલી કન્યા શાળામાં રિસોર્સ રૂમ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ યોજાયો