Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

પહેલા નોરતે જ રાજ્યભરમાં છુટાછવાયો વરસાદ : ખૈલેયાઓ અને આયોજકો ચિંતામાં, આ તારિખ સુધી આગાહી

પહેલા નોરતે ગરબા

સુરત, અમદાવાદ, વડોદરા, આણંદ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડતાં ચિંતામાં મુકાયા

વડોદરા : ગુજરાતના દક્ષિણ-મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત તેમજ સૌરાષ્ટ્રમાં પહેલા નોરતે વરસાદી ઝાપટાં પડતાં ગરબા-આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે, નવરાત્રીના આજે પહેલા નોરતે ગરબા થશે કે નહીં એ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

બીજી તરફ આ વર્ષે નવરાત્રિ પર્વમાં ખૈલેયાઓ અને આયોજકો માટે વરસાદ દુશ્મન બનશે તેવી આગાહી કરાઈ છે. આ બાબતે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ કે ૨૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડશે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં રાજ્યમાં નવરાત્રિ પર્વ દરમ્યાન હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે, ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છુટાછવાયો વરસાદી ઝાપટાની શક્યતા વર્તાઈ રહી છે.

વડોદરા શહેર ખાતે આજે બપોરના સમયે પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનીષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે દક્ષિણ વિસ્તારમાં જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસ્યો હતો. બપોર બાદ વરસાદ રોકાતાં પાર્ટી પ્લોટ સહિતના આયોજકો દ્વારા કોઈપણ રીતે આજે ગરબા યોજાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Other News : આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ રીક્ષાચાલક બાદ હવે સફાઈકર્મી સાથે જમશે, જુઓ વિગત

Related posts

ફટાકડાં મુદ્દે રાજ્ય સરકારે લીધો નિર્ણય, જાહેરનામું પાડ્યું બહાર…

Charotar Sandesh

ગુજરાતના 70 ધારાસભ્યોને આવકવેરા વિભાગની નોટીસ

Charotar Sandesh

ભાવ ઐતિહાસિક સપાટીએ : ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થયો

Charotar Sandesh