નવી દિલ્હી : વડા પ્રધાન મોદીએ કહ્યુ કે આપે જોયુ હશે કે તાજેતરમાં જ ગુજરાત પોલીસે કચ્છના લખપત કિલ્લાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી બાઈક રેલી નીકાળી છે. ત્રિપુરા પોલીસના જવાન તો એકતા દિવસ મનાવવા માટે ત્રિપુરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી બાઈક રેલી કરી રહ્યા છે એટલે કે પૂરબથી ચાલીને પશ્ચિમ સુધી દેશને જોડી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન પણ ઉરીથી પઠાનકોટ સુધી આવી જ બાઈક રેલી કાઢીને દેશની એકતાનો સંદેશ આપી રહ્યા છે. હુ આ તમામ જવાનોને નમન કરૂ છુ. તેમણે આગળ કહ્યુ કે જમ્મુ-કાશ્મીરના જ કુપવાડા જિલ્લાની કેટલીક બહેનો વિશે પણ મને જાણવા મળ્યુ છે. આ બહેનો કાશ્મીરમાં સેના અને સરકારી ઓફિસો માટે તિરંગા સિવવાનુ કામ કરે છે, આ કામ દેશભક્તિની ભાવનાથી ભરેલુ છે. હુ આ બહેનોની ભાવનાની કદર કરૂ છુ. આપે પણ ભારતની એકતા માટે, ભારતની શ્રેષ્ઠતા માટે કંઈને કંઈ કરવુ જોઈએ, જોજો આપના મનને કેટલી સંતુષ્ટિ મળે છે.
પીએમ મોદીએ કહ્યુ કે અમૃત મહોત્સવમાં પણ પોતાની કલા, સંસ્કૃતિ, ગીત અને સંગીતના રંગ અવશ્ય ભરવા જોઈએ. મારે પણ આપની જેમ અમૃત મહોત્સવ અને ગીત-સંગીત-કલાની આ તાકાત સાથે જોડાયેલા ઘણા સૂચનો આવી રહ્યા છે. આ સૂચનો, મારા માટે ઘણા મૂલ્યવાન છે. મે આને સંસ્કૃતિ મંત્રાલયને અધ્યયન માટે મોકલ્યા હતા. મને ખુશી છે કે મંત્રાલયે આટલા ઓછા સમયમાં આ સૂચનોને મોટી ગંભીરતાથી લીધુ અને તેની પર કામ પણ કર્યુ. આમાંથી જ એક સૂચન છે. દેશભક્તિના ગીતો સાથે જોડાયેલી સ્પર્ધા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ૧૧ વાગ્યાથી રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યો
આજે વડા પ્રધા મોદીએ મન કી બાતના ૮૨મા સંસ્કરણને સંબોધિત કર્યુ. આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ સો કરોડ વેક્સિનેશન માટે દેશવાસીઓને અભિનંદન આપ્યા.
Other News : અમિત શાહની ત્રણ દિવસીય જમ્મુ કાશ્મીર મુલાકાત પર હાઇટેક ડ્રોન, સ્નાઈપર્સ સાથે ચુસ્ત સુરક્ષા