Charotar Sandesh
ગુજરાત

મજબૂત વિરોધ પક્ષ લાવવાની વાત કરનાર નરેશ પટેલ આખરે પાણીમાં બેસી ગયા, જાણો કેમ બદલ્યો નિર્ણય

નરેશ પટેલ

નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે

રાજકોટ : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકારણમાં ઉથલપાથલ સર્જાવા પામી છે, ત્યારે હવે નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહિ ? તે બાબતે આજે યોજાએલ પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે (naresh patel) સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે રાજકારણમાં નહીં જોડાય. આ નિર્ણય કોઈ રાજકીય દબાણથી લીધો હોય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.

તેઓએ જણાવેલ કે, ૮૦% યુવાનો, પ૦% મહિલાઓ હું રાજકારણમાં જોડાવું તેમ ઈચ્છતા હતા, પરંતુ આ બાબતે વડીલોની ના હતી જે અંગે ચર્ચા-વિચારણા કરી આજે આ નિર્ણય લીધો છે.

આ અગાઉ નરેશ પટેલે (naresh patel) દિલ્હી ખાતે કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે પણ બેઠકો યોજેલ, જેને લઈ કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યતાઓએ પણ જોર પકડ્યું હતું. ત્યારે બીજી તરફ ભારે ચર્ચા એ પણ થઈ રહી હતી કે, નરેશ પટેલ (naresh patel) કોંગ્રેસ જ નહિ પરંતુ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય. જે અંગે આજે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરી દીધું છે.

Other News : અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં થશે ધોધમાર વરસાદ

Related posts

નોકરીઓ આપવામાં ફરી દેશમાં અગ્રેસર બન્યું ગુજરાત : ગુજરાતનો બેરોજગારી દર ૩.૪ ટકા રહ્યો…

Charotar Sandesh

તાલાલા-સુત્રાપાડામાં ૮ ઈંચ વરસાદ, વાહન વ્યવહાર ઠપ્પ થયો…

Charotar Sandesh

પેટાચૂંટણીના પ્રચાર : ભાજપ વહેંચી રહ્યું છે મોદી-શાહ-રૂપાણીનાં ‘ફેસમાસ્ક’

Charotar Sandesh