તથ્ય પટેલની કારની સ્પીડ ૭૦-૮૦ નહીં પણ ૧૪૨.૫૦ કિમી પ્રતિકલાકની હતી ઝડપ : FSLનો રિપોર્ટ જાહેર
અમદાવાદ : ઈસ્કોન બ્રિજના અકસ્માતને લઈ રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ અકસ્માતમાં માતેલા સાંઢની જેમ ગાડી હંકારતા તથ્ય પટેલના અનેક નવા રાઝ ખૂલી રહ્યાં છે, ત્યારે તથ્ય પટેલના મિત્રો જ તેની સામે આક્ષેપો મૂકી રહ્યાં છે.
ઈસ્કોન બ્રિજના અકસ્માતને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે, ત્યારે તથ્ય પટેલની કારની સ્પીડ કેટલી હતી તે એફએસએલ રિપોર્ટમાં સામે આવેલ છે, અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલની જેગુઆરની સ્પીડ ૧૪૨.૫૦ કિમી પ્રતિકલાકની હતી.
ઇસ્કોન બ્રિજ પર જેગુઆરથી ૯ લોકોને કચડી મારનાર તથ્યને કોર્ટમાં રજૂ કરાયો, ૩ દિવસના રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી ૯ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને ૨૧ જુલાઈએ અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો
આજે પણ ખીચોખીચ ભરેલા કોર્ટરૂમમાં પોલીસે કોરિડોર બનાવીને આરોપીને હાજર કર્યો હતો. પોલીસ જાપ્તામાં આરોપીને કોર્ટ રૂમની પાછળના ભાગે આવેલા કઠેડામાં બેસાડાયો હતો. જો કે, પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે તથ્ય તેના પિતા સાથે સાબરમતી જેલમાં સાથે રહેશે.
Other News : ગુજરાતના આ ૬ જિલ્લામાં રેડ એલર્ટ, ૮માં ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગે આગાહી કરી