Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનો ૧૬૨મો વાર્ષિકોત્સવ ઉજવાયો

સંતરામ મંદિર

પૂજ્ય ગણેશદાસજી મહારાજના કર કમળો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ સાકરવર્ષા કરવામાં આવી, તે સાથે જે કોઈના બાળકો બોલતા થયા હોય તે ભક્તોએ બોરની ઉછામણી કરી હતી

ઉમરેઠ : સુ-પ્રસિધ્ધ શ્રી સંતરામ મંદિરનો પોષી પુનમ એટલે કે આજે ૧૬૨મો વાર્ષિકોત્સવ ઉજ્વવામાં આવ્યો હતો, આ પ્રસંગે શ્રી સંતરામ મંદિર નડીઆદ શાખાના સંતો ઉપસ્થિત રહ્યા હતા, આજના દિવસનું વધુ એક ખાસ મહત્વ એ છે કે વર્ષમાં ફક્ત એક જ વખત શ્રી સંતરામ મહારાજની આરતીઉતારવામાં આવે છે.

ભગવાન દત્તાત્રેયના અવતાર સમાન અવધૂત શ્રી સંતરામ મહારાજના પટ્ટશિષ્ય પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસજીની પ્રેરણાથી ઉમરેઠમાં સંતરામ મંદિરનીસ્થાપના થઈ હતી,આ સ્થાનમાં વિધ્વાન સંત પૂજ્ય ગંગારામ મહારાજનીસમાધિ આવેલી છે, સેવાતીર્થ સમાન આ મંદિરના ગાદીપતિ તરીકે હાલ પૂજ્યગણેશદાસ મહારાજ બિરાજે છે, પોષી પુનમના દિવસને ઉમરેઠવાસીઓ અત્યંત પવિત્ર દિવસ તરીકે માનેછે, લોકવાયકા છેકે શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાનથી સ્વયમ જ્યોતપ્રગટ થતાં આકાશમાથી પુષ્પવર્ષા થઈ હતી, આ સાથે માન્યતા છે કે જે કોઈ બાળક તેની ઉમર પ્રમાણે બોલતુ ન હોય તોઅહી માનેલી બોર ની માનતા થી બાળક બોલતું થાય છે.

ઉમરેઠ સંતરામ મંદિરમાં આજે બપોરે બાર કલાકે મહારાજની આરતી ઉતારવામાં આવી હતી, તે પહેલા સંતો દ્વારા ઉમરેઠ સંતરામ મંદિરના મહંત પૂજ્ય ગણેશદાસજીને ખાસ પરિધાનથી આરુઢ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ મંદિરના ગર્ભગૃહમાં પૂજાવિધિ કરવામાં આવી હતી, ઉમરેઠના ખ્યાતનામ શાસ્ત્રી મધુસૂદનભાઈએ પુજા વિધિ સંપન્ન કરાવી હતી.

ત્યાર બાદ પૂજ્ય ગણેશદાસજી મહારાજના કર કમળો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવીહતી અને ત્યાર બાદ સાકરવર્ષા કરવામાં આવી હતી તે સાથે જે કોઈ નાબાળકો બોલતા થયા હોય તે ભક્તોએ બોરની ઉછામણી કરી હતી, કોરોના મહામારીના કારણે આ વખતે મંદિરમાં ભંડારાનું આયોજન રદકરવામાં આવ્યુ હતુ, મહંત ગણેશદાસજીએ પહેલેથી જ ભક્તોને ભીડ નહીકરવા વિનતિ કરી હતી.

Other News : ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં ખેડુતો રીંગણ અને ભટ્ટા રીંગણની ખેતી તરફ વળ્યા

Related posts

આણંદ જિલ્‍લામાં ૧૩ હજારથી વધુ મતદાર નોંધણી, સુધારા-વધારા સહિતની અરજીઓ મળી…

Charotar Sandesh

ચરોતરમાં ઠંડીનો પારો ૧ર ડિગ્રી નોંધાયો : આ તારિખથી ઠંડીની વિદાય નિશ્ચિત

Charotar Sandesh

આણંદ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…

Charotar Sandesh